Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજકોટ રેન્જના જીલ્લાઓમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અંગે ૧પ૮ સ્થળે દરોડાઃ ૧૩૧ કરોડનો મુદામાલ કબ્જે

રેન્જ ડી.આઇ.જી.પી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ સતત બીજા દિવસે દરોડાનો દોર ચાલુઃ પ ગુન્હાઓ નોંધાયા : બે દિ'માં કુલ ૧૪ ગુન્હાઓ નોંધાયાઃ ૧પપ કરોડનો મુદામાલ કબ્જે કરાયોઃ ગેરકાયદે બાયોડીઝલ વેચનારાઓમાં ફફડાટ

તસ્વીરમાં કબ્જે કરાયેલ ટેન્કરો તથા જમીનમાં બાયોડીઝલના સંગ્રહ માટે બનાવાયેલ ટાંકા નજરે પડે છે.

રાજકોટ, તા., ર૦: રાજકોટ રેન્જમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહે સતત બીજા દિવસે પાંચ જીલ્લાઓમાં દરોડાનો દોર યથાવત રાખી પાંચ ગુન્હાઓ દાખલ કરી ૧૩૧ કરોડનો  મુદામાલ કબ્જે કર્યો હતો.

બાયોડીઝલના ગેરકાયદે વેચાણ તથા સંગ્રહ ચોરી ઝડપી લેવા રાજયના પોલીસ વડાની સુચના અન્વયે રાજકોટ રેન્જના ડીઆઇજીપી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, મોરબી તથા દેવભુમી દ્વારકામાં એલસીબી, એસઓજી તથા સ્થાનીક પોલીસે બીજા દિવસે દરોડાનો દોર યથાવત રાખ્યો હતો. રાજકોટ રેન્જના પાંચેય જીલ્લાઓમાં ૧પ૮ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જામનગર જીલ્લામાં મેઘપર પોલીસ મથકના હેઠળના વિસ્તારમાં આરોપી સાગર શ્રવણભાઇ તીરવા રે. જામનગરને ડિઝલ જેવા પ્રવાહી લીટર ૧૮૦૦ કિ. ૯૯૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧ર.૪૯ લાખના મુદામાલ સાથે દબોચી લેવાયો હતો. તેમજ ગોંડલના ભોજપરા જીઆઇડીસીમાંથી આરોપી સાહીલ સુલેમાનભાઇ લાખા રે. ગોંડલને બાયોડીઝલ લીટર ૧ર૦૦ તથા અન્યમુદામાલ મળી કુલ ર.૪૩ લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયો હતો. તેમજ સાયલા પોલીસ મથકના ધનાળા ગામેથી ઘનશ્યામ ટીંગાભાઇ સરવૈયા રે. ધનાળાને બાયોડીઝલ લીટર ૪૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ર૭,પ૦૦ના મુદામાલ સાથે તથા લીંબડી પોલીસ મથકના વિસ્તારમાંથી આરોપી ગોપાલ માલદેભાઇ અસ્વાર રે. પીપળીયા તા. જામખંભાળીયાને બાયોડીઝલન લીટર ૧ર૦૦૦ કિી. ૮.૪૦ લાખ તથા અન્ય મુદામાલ મળી કુલ ૯.૭ર લાન્ના મુદામાલ સાથે અને મોરબીના ટંકારા પોલીસ મથકના વિસ્તારમાંથી આરોપી અરવિંદ ભીમજીભાઇ રાજકોટીયા રે. લક્ષ્મીનારાયણ સોસાયટી તા.ટંકારાએ બાયોડીઝલ લીટર ૬૦ર૦૦ કિ. ૪પ.૧પ લાખ સહીત ૧૦૬ કરોડના મુદામાલ કબ્જે કરી ઉકત તમામ સામે જે તે પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.

છેલ્લા બે દિવસમાં રાજકોટ રેન્જના પાંચેય જીલ્લાઓમાં કુલ ૧૪ ગુન્હાઓ દાખલ કરી બાયોડીઝલ લીટર ૮૭૮૦ર સહીત કુલ ૧,૫૫,૪૯,૫૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ જણાવ્યું હતુ કે ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.

(3:12 pm IST)