Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજયભરના ૩ હજાર મહેસુલ કર્મચારીઓ હડતાલ પર : રાજકોટ કલેકટર-મામલતદાર-ડે. કલેકટર કચેરીઓ સૂમસામ

પગાર સહિત અનેક મુદ્દા : ગાંધીનગરમાં દેખાવો : હજારો અરજદારોના કામો અટકાયા : જો નિર્ણય નહીં આવે તો ર૭ મી સપ્‍ટેમ્‍બરથી રાજયભરના મહેસુલ કર્મચારીઓની બેમુદતી હડતાલ

રાજકોટ સહિત રાજયભરના મહેસુલ કર્મચારીઓ ૧ દિ'ની હડતાલ ઉપર ઉતરી જતા તમામ કચેરીઓ સૂમસામ બની ગઇ તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૯ :  પગાર પ્રમોશન બદલીઓ સહિતના અનેક મુદ્દાસર આજે રાજયભરના ૩ હજાર તો રાજકોટ શહેર-જીલ્લાના ર૯ર નાયબ મામલતદાર  કારકૂન- પટ્ટાવાળા-તલાટીમંત્રીઓ -ફિકસપગારના કર્મચારીઓ આજે ૧ દિ'ની માત્ર સીએલ- હડતાલ ઉપર ઉતરી જતા કલેકટર- ડે. કલેકટરો-મામલતદાર-ઇ-ધરા, જન સેવા સહિતની તમામ કચેરીઓ સૂમસામ બની ગઇ હતી, તમામ પ્રકારના દાખલ સહિતની કામગીરી અટકી પડતા -પુરવઠામાં રાશનકાર્ડ કામગીરી ખોરવાતા હજારો અરજદારોને ધરમધકકા થયા હતા, દેકારો બોલી ગયો હતો, રાજકોટના સૂત્રોચ્‍ચાર કે એવા કાર્યક્રમ ન હતો, પરંતુ ગાંધીનગરમાં કર્મચારીઓએ દેખાવો યોજયા હતા.

રાજયના મહેસુલ કર્મચારી મહામંડળે મુખ્‍યમંત્રી-મહેસુલને આપેલ આવેદનમાં મહેસુલ કર્મચારીઓના પડતર પ્રશ્‍નોનો સત્‍વરે નિકાલ કરવા માંગણી કર છે.

આવેદનમાં કરાયેલ માંગણીઓમાં જુની પેન્‍શન યોજના લાગુ કરવી ફિકસ પગાર બાબતે સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ પીએસએલ પીટીશન પરત ખેંચી ફિકસપગારની પ્રથા મુળ અસરથી બંધ કરી હાઇકોર્ટના ચુકાદા મુજબ મુળ નિમણુંકથી તમામ લાભો આપવા ૭માં પગાર પંચના તમામ ભથ્‍થાઓ એરિયર્સ સહિત ચુકવવા સને ર૦૧ર ના કલાર્કને તાત્‍કાલીક ધોરણે નાયબ મામલતદારમાં પ્રમોશન આપવા બાબત, ૩૦ જુને નિવૃત થતા કર્મચારીઓને હાઇકોર્ટ/ સુપ્રિમકોર્ટ દ્વારા એક ઇજાફો આપવા માટે જોગવાઇ થયેલ છે જે તાત્‍કાલિક ધોરણ પરિપત્રીત કરી પાヘાત અસરથી લાગુ કરવું.

હાલમાં વિભાગ કક્ષાએ નાયબ મામલતદાર/ કલાર્કની જીલ્લા ફેરબદલીઓની માંગણીઓ પેન્‍ડીંગ છે જેમાં અનુભવે જણાયેલ છે કે ખરેખર જિલ્લા ફેરબદલી પાત્ર કર્મચારીઓની ફાઇલો સાઇડમાં મુકી ફકત જુજ કર્મચારીઓની પ્રાયોરીટી ધ્‍યાને લીધા સિવાય બદલીઓ કરવામાં આવેલ છે જેથી કર્મચારીઓમાં રોષની લાગણી છે જેથી આ બાબતે વહાલા દવલાની નીતિ રાખ્‍યા વગર જયારે નાયબ મામલતદાર/ કલાર્કની પ્રમોશન/ સીધી ભરતીથી નિમણુંક કરવામાં આવે ત્‍યારે પ્રથમ જિલ્લા ફેરબદલીનો કેમ્‍પ યોજયો.

અપાયેલ આવેદનમાં આજરોજ માસ સીએલ અને જો યોગ્‍ય નિર્ણય નહી લેવાય તો ર૭ સપ્‍ટેમ્‍બર મંગળવારથી બેમુદતી હડતાલનો નિર્ણયની જાહેરાત કરાઇ હતી, રાજકોટમાં જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિરીટસિંહ ઝાલા અને આગેવાનોએ ર૯ર કર્મચારીઓ સાથે હડતાલ ઉપર ઉતરી જઇ આજની ૧દિ'ની માલ સીએલ સફળ બનાવી હતી.

(3:35 pm IST)