Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મેટોડા જીઆઇડીસીમાં ગાંજાના જથ્થા સાથે અકબાલ પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો

પકડાયેલ અકબાલ એક મહીનાથી છુટકમાં ગાંજો વેચતો'તોઃ ગાંજાનો જથ્થો આપી જનાર શખ્સની શોધખોળરાજકોટ, તા., ૨૨: મેટોડા જીઅઇડીસીમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપલસિંહ રાઠોડ જીલ્લામાં નાર્કોટીકસ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસઓજી ઇ.ચા.પો.ઇન્સ. વી.વી.ઓડેદરા સ્ટાફ સાથે લોધીકા પો.સ્ટે.ના  મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. પરવેઝભાઇ સમા તથા પો.હેડ કોન્સ. અમીતભાઇ કનેરીયાને સંયુકત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે અકબાલ ખલીલમીયા રહે. મુળ બીહાર વાળો મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર-૩ મચ્છોનગર (અંધેરી) ગેલેકસી સ્ટેમ્પીંગની બાજુમાં વાળો પોતાના મકાનમાં ગે.કા.વનસ્પતીજન્ય માદક પદાર્થનો જથ્થાનું વેચાણ કરે છે.તેમ હકીકત મળેલ હોય જે હકિકત આધારે મજકુરના રહેણાંક મકાને રેઇડ કરતા આરોપીના કબ્જામાંથી વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૩ કિલો પ૪૦ ગ્રામ જેની કિ. રૂ.૩પ,૪૦૦ સાથે ઝડપી પાડી લોધીકા પો.સ્ટે. ખાતે એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ અકબાલ છેલ્લા એક મહિનાથી છુટકમાં ગાંજાનું વેચાણ કરતો હતો અકબાલને ગાંજાનો જથ્થો આપી જનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરીમાં રૂરલ એસઓજીના એએસઆઇ પરવેઝભાઇ સમા પો.હેડ કોન્સ. જયવીરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા તથા પો.કો. રણજીતભાઇ ધાધલ , વિજયગીરી ગોસ્વામી નિરાલીબેન વેકરીયા તથા ડ્રા. એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર જોડાયા હતા.

(1:39 pm IST)