Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

શ્રી ડુંગર-હીર મહા મહિલા મંડળોનું ૧પમું અધિવેશન યોજાયું

શ્રી મનહર પ્‍લોટ સ્‍થા. જૈન સંઘ-શેઠ પૌષધશાળા સંકલિત:નિડરવકતા પૂ. ધનકુંવરબાઇ મહાસતીજીની ૩૦મી પુણ્‍યતિથી ઉપલક્ષે આયોજન

રાજકોટ તા. રરઃ શ્રી મનહર પ્‍લોટ સ્‍થા. જૈન સંઘમાં ીબરાજમાન સાધ્‍વીરત્‍ના પૂ. હસ્‍મિતાબાઇ મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં દિવ્‍ય સ્‍વરૂપા પ્રગટ પ્રભાવક નિડરવકતા પૂ. ધનકુંગવરબાઇ મહાસતીજીના અંતરિક્ષમાંથી આશિર્વાદ સાથે સ્‍મૃતિદીન ઉપલક્ષે સી. એમ. ફાર્મમાં સમસ્‍ત ભારતના શ્રી ડુંગર-હીર મહા મહિલા મંડળોનું ૧પમું અધિવેશન કરવામાંઆવેલ હતું.

યજમાન મનહર પ્‍લોટ સંઘ-સ્‍વ. સરયુબેન શેઠ પૌષધશાળાના પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ સ્‍વાગત પ્રવચન અને આભારવિધી કરેલ હતી. બિપીનભાઇ પારેખ, કેતનભાઇ શેઠ, જગદીપભાઇ દોશી, વિણાબેન શેઠ તથા સુલોચનાબેન ગાંધી, મનહર પ્‍લોટ સંઘ, યુવા મંડળ, મનહર પ્‍લોટ સુવિધી મહિલા મંડળ, શાંતિનાથ પુત્રવધુ મંડળ તથા રોયલ પાર્ક સેવા સમિતિએ સેવા પુરી પાડેલ હતી. ડોલરભાઇ કોઠારી તથા ચંદ્રકાંતભાઇ શેઠની આગેવાની હેઠળ યવા મંડળની ટીમના સભ્‍યો સચિનભાઇ સંઘવી, રાજુભાઇ વોરા, જયદીપભાઇ સંઘાણી, જયેશભાઇ માટલીયા, કિરણભાઇ રૂપાણી, સતિષભાઇ મહેતા, મુકેશભાઇ કીકાણી, મનીષભાઇ ઘેલાણી વિ.એ સેવા પુરી પાડેલ હતી. મહા મંડળોના બહેનોને કાર્યક્રમની વ્‍યવસ્‍થા ગોઠવી હતી. સ્‍વ. સરયુબેન સી. શેઠને સ્‍મૃતિ તેમના ગમતા ગીત દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. શ્રી રોયલ પાર્ક મોટા સંઘના સહમંત્રી કેતનભાઇ શેઠના જન્‍મદીન ઉપલક્ષે શુભેચ્‍છા આપી હતી. સંજયભાઇ મહેતા, મેહુલભાઇ રવાણી વિ.એ સેવા આપેલ. સમગ્ર કાર્યક્રમના સ્‍વામીવાત્‍સલ્‍ય માટે એચ. જે. સ્‍ટીલ વાળા વિનોદભાઇ એચ. દોશીના ટ્રસ્‍ટ તરફથી યોગદાન આપવામાં આવેલ હતું તથા વિવિધ ડોનર્સે અલગ-અલગ લાભ લીધેલ હતો.

પ્રવચન પ્રભાવિકા પૂ. અજીતાબાઇ મહાસતીજી એવમ પ્રજ્ઞા સંપન્‍ના પૂ. પન્‍નાબાઇ મહાસતીજીએ સમગ્ર કાર્યક્રમ દરમ્‍યાન મંડળોના સંમેલનનું હાર્દની સમજૂતી આપેલ હતી. સમસ્‍ત ભારતના શ્રી ડુંગર-હીર મહા મહિલા મંડળોના બહેનોના ૧પમાં અધિવેશન અંતર્ગત ‘‘દશ ધાર્મિક ગેઇમો''નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વકતૃત્‍વ સ્‍પર્ધામાં પહેલો નંબર વંદનાબેન ગાંધી (ગોંડલ રોડ વેસ્‍ટ સંઘ), મોનો એકિટંગ સ્‍પર્ધામાં પહેલો નંબર જાગૃતીબેન ચોકસી (જુનાગઢ), પ્રવચન સ્‍પર્ધામૉ પહેલો નંબર સ્‍નેહાબેન પારેખ (જય-ીવજય મહા મહિલા મંડળ), ફાસ્‍ટ મેમરી સ્‍પર્ધામાં પહેલો નંબર શીતલબેન સંઘવી (સરદારનગર), સ્‍ટોરી સ્‍પર્ધામાં પહેલો નંબર ઢિડમ્‍પીબેન દોશી (ગોંડલ રોડ વેસ્‍ટ સંઘ), સ્‍વાનુભવ ઘટના સ્‍પર્ધામાં પહેલો નંબર ભાવિનીબેન મહેતા (કાલાવડ), માવાના પેંડાની સ્‍પર્ધામાં પહેલો નંબર ચારૂબેન અદાણી (મનહર પ્‍લોટ સંઘ), ફરસાણ ચેવડો સ્‍પર્ધામાં પહેલો નંબર કિરણબેન સંઘાણી (ગોંડલ), વેશ પરિધાન સ્‍પર્ધામાં પહેલો નંબર ચેતનાબેન મહેતા (કંકુ મહિલા મંડળ) તથા હાઉસી સ્‍પર્ધામાં પહેલો નંબર ભાવનાબેન ગઠાની (શ્રી સદાનંદી મંડળ) વિ. વિજેતાઓને ઇનામો આપી બહુમાન કરવામાં આવેલ હતું.

સ્‍વ. સરયુબેન શેઠની ચોથી પૂણ્‍યતિથી નિમિતે રૂષભ-વાટિકામાં આ સ્‍મૃતિ રૂપ અનેરોકાર્યક્રમ યોજવા બદલ તપસ્‍વી જેસલબેન રૂષભ સી. શેઠને સર્વે પૂ. મહાસતીજીઓ અને સંચાલકોએ અભિનંદન આપેલ હતા. શ્રી ડુંગર-હીર મહિલા મંડળનું મુખ્‍ય કાર્યાલય છે તેવા શેઠ ઉપાશ્રકય તથા સી. એમ. શેઠ પૌષધશાળા અને સ્‍વ. સરયુબેન શેઠ પૌષધશાળા તરફથી દરેક મંડળોને અનુમોદનારૂપે તેમના ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે. મંડળના બહેનોએ આ માટે સુલોચનાબેન ગાંધીનો સંપર્ક કરવાનો રહેશે. પ્રવિણભાઇ કોઠારી, ચંદ્રકાંતભાઇ શેઠ તથા હરેશભાઇ વોરા તેમજ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહએ શુભેચ્‍છા પાઠવેલ હતી.

(3:09 pm IST)