Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જુના માર્કેટ યાર્ડ સર્વિસ રોડ પર ‘હિટ એન્ડ રન’: અજાણ્યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૨: જુના માર્કેટ યાર્ડ નજીક સર્વિસ રોડના નાલા પાસે ગુરૂકૃપા કોમ્પલેક્ષ નજીક રાત્રીના હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની ઠોકરે અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું છે.
અજાણ્યો વાહન ચાલક આશરે ૪૫ થી ૪૮ વર્ષના પુરૂષને ઠોકરે લઇ ભાગી જતાં કોઇએ ૧૦૮ને જાણ કરી હતી. તેના ઇએમટી ભાવેશભાઇ વાઢેરએ આ પુરૂષને  મૃત જાહેર કરતાં આજીડેમના હેડકોન્સ. મહેન્દ્રભાઇ ડી. પરમાર તથા ધર્મેન્દ્રભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત કે વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

(10:39 am IST)