Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

૨૦ હજારની ઉઘરાણી મામલે સોહિલને મિત્ર શાહરૂખ-તૂફાને ઘુસ્તાવી છરી ભોંકી

રાજકોટ તા. ૨૨: સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં રહેતાં અને હીરા ઘસવાની મજૂરી કરતાં સોહિલ ઉસ્માનભાઇ બુકેરા (ઉ.વ.૨૧)ને સાંજે ઘરે હતો ત્યારે તેના જ મિત્રો પુષ્કરધામ પાસે કવાર્ટરમાં રહેતાં શાહરૂખ અને તૂફાને આવી ઝઘડો કરી પેટમાં છરી ભોંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પૈસાની લેતીદેતીમાં આ ડખ્ખો થયો હતો.

રાત્રીના સોહિલને લોહીલુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાતાં પોલીસની પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાના પર મિત્રો શાહરૂખ અને તૂફાને હુમલો કરી છરી ઝીંકયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ  યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

સોહિલ ત્રણ ભાઇમાં બીજો છે. તેના કહેવા મુજબ તેણે અગાઉ કામ માટે રૂ. ૨૦ હજાર મિત્ર શાહરૂખ પાસેથી ઉછીના લીધા હતાં. આ રકમ પાછી આપી શકયો ન હોઇ ઉઘરાણી કરી હુમલો કરાયો હતો.

(11:44 am IST)