Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

વોર્ડ નં. ૭માં ટેકસ વસુલાત : કોવીડ વેકસીનેશન - વોંકળા સફાઇની વિગતો મેળવતા અમિત અરોરા

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિતરીતે ચાલે તેવા આશય અને અલગઅલગ વોર્ડમાં રૂબરૂ જઈને નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરી શકાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત ફિલ્ડમાં રહી વિવિધ કામગીરીની સમીક્ષા કરે છે. જે અંતર્ગત વોર્ડ નં. ૭ની વોર્ડ ઓફિસે જઈને સંબંધિત અધિકારીઓ પાસેથી ટેકસ વસુલાત, કોવીડ વેકસીનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, વોંકળા સફાઈની વિગેરેની માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશનરે વોર્ડ નં.૭માં વોર્ડ ઓફિસે રૂબરૂ બેસીને સંબંધિત તમામ અધિકારીઓ પાસેથી આ વોર્ડના કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજિયક એરિયા, ટેકસ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેકસીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, પી.એ.(ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. કમિશનર એચ. કે. કગથરા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતા, ડીઈઈ વી.પી.પટેલીયા અને વોર્ડ નં. ૭ના વોર્ડ ઓફિસર સિધ્ધાર્થ પંડ્યા હાજર રહ્યા હતા.

(4:07 pm IST)