Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

કોઠારીયા ગામ આગળ બનતા મકાનના બીમ કોલમની અંદર દાટી છુપાવેલો દારૂના જથ્થા સાથે રહીમ ઝડપાયો

રાજકોટ : શહેરની બહડોળે આવેલ કોઠારીયા ગામની આગળ આવેલ મિત ટાઇલ્સ નામના કારખાનાની બાજુમાંથી જતા કાચા રસ્તે મેલડીમાંના અમન્દીર બાદ આવેલ ઈટોના ભઠ્ઠાની બાજુમાં આવેલ મકાનોની પછળ નવા બનતા મકાનના બીમ કોલમોની અંદર દાટીને છુપાવેલ દારૂની 156 બોટલ સાથે રહીમ બરકતઅલી કોરડીયા ખોજા ( રહે,લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી મેઈન રોડ રેડિયન્સ વ્યૂહ એપાર્ટમેન્ટ ફ્લેટ ન,201) ને બાતમીના આધારે શેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે

(9:09 pm IST)
  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • થાકેલા-હારેલા પાકિસ્તાને રશિયાની કોરોના વેકસીનને મંજૂરી આપી દીધી: પાકિસ્તાને રશિયાની સ્પૂટનીક ફાઈવ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. access_time 4:42 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST