Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અકસ્‍માત નડયા બાદ બે વર્ષથી કોમામાં રહેલા જમુના પાર્કના પટેલ મગનભાઇ સોજીત્રાનું મોત

ટુવ્‍હીલર લઇ વાડીએ જતા'તા ત્‍યારે ગવરીદળ પાસે કાર ચાલકે ઉલાળી દીધા હતાં

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ પર જમુના પાર્કમાં રહેતાં મગનભાઇ નાનજીભાઇ સોજીત્રા (પટેલ) (ઉ.વ.૪૬) બે વર્ષ પહેલા બાઇક હંકારીને ગવરીદળ પોતાની વાડીએ જઇ રહ્યા હતાં ત્‍યારે મારવાડી કોલેજ નજીક કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. સતત બે વર્ષથી કોમામાં રહ્યા બાદ ગત રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

અકસ્‍માત બાદ મગનભાઇની ઘરે જ સારવાર થઇ રહી હતી. ગત રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને મૃત જાહેર કરાયા હતાં. તે ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(12:19 pm IST)