Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સહકાર રોડ પરથી ચોરાઉ બુલેટ સાથે રવી ડોડીયા ઝડપાયો

રાજકોટ,તા. ૨૪: શહેરના સહકાર મેઇન રોડ પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ચોરાઉ બુલેટ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સહકાર મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ બુલેટ લઇને નીકળવાનો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ તથા પ્રતાપસિંહને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદશન હેઠળ, પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, અંશુમાનભાઇ ગઢવી, ક્રિપાલસિંહ, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા તથા દેવાભાઇ ધરજીયા સહિત વોચમાં હતા. ત્યારે સહકાર મેઇન રોડ પરથી ચોરાઉ બુલેટ લઇને નીકળેલા રવિ રાજેશભાઇ ડોડીયા (ઉવ.૨૦) (રહે. સહકાર મેઇન રોડ સહકાર કોમ્પ્લેક્ષ ફલેટ નં. ૩૦૩)ને પકડી લીધો હતો.

(2:35 pm IST)
  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST