Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ખાખી પહેરવાના તમારા સપનાઓ પૂરા કરો, અમારી ટીમ તમારી સાથેઃ રાજેશ સવનીયા

સમસ્ત પ્રજાપતિ સમાજના પોલીસ લોકરક્ષક દળની ભરતીના ઉમેદવારો માટે માર્ગદર્શન સેમિનાર

રાજકોટઃ સમસ્ત પ્રજાપતિ સમાજના પોલીસ લોકરક્ષક દળની ભરતીના ઉમેદવારો માટે માર્ગદર્શન સેમિનાર યોજાય ગયો. આ કાર્યક્રમ શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટના પ્રમુખશ્રી વલ્લભભાઈ ભરડવા, મંત્રીશ્રી મનસુખભાઈ ફટાણીયા, સંગઠન મંત્રીશ્રી નાનુભાઈ દેવળીયા વગેરેના હસ્તે દીપપ્રાગટથી શરૂ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ ગોહિલે કરેલ. ૧૦૦થી વધારે ઉમેદવારોએ સેમિનારનો લાભ લીધો. આ સેમિનારના મુખ્ય વકતા એવા તજજ્ઞ શ્રી ડો.ભાવેશ કોરિયા દ્વારા વિદ્યાર્થીઓને આ ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપી સાથોસાથ ભરતીના વિષયો અંગે અવગત કર્યા અને પરીક્ષા પાસ કરવા માટેની ટિપ્સ આપી અને રણનીતિ સમજાવી. રાજકુમાર કોલેજના સ્પોર્ટ ટીચર એવા શ્રી ચિંતન મેહતા દ્વારા ફિઝિકલ પરીક્ષા અને રણનીતિ સમજાવી. રાજકુમાર કોલેજના સ્પોર્ટ ટીચર એવા શ્રી ચિંતન મેહતા દ્વારા ફિઝિકલ પરીક્ષા કેવી રીતે પાસ કરવી અને ગ્રાઉન્ડ પર કેવી રીતે ૨૫ મિનિટના સમયમાં રનિંગ પુરી કરવી એ બાબતે ઊંડાણ પૂર્વક સમજાવવામાં આવ્યું. ત્યારબાદ સ્પોકન ઈંગ્લીશના શિક્ષક શ્રી રાજુભાઈ ડાભી દ્વારા અંગ્રેજી વ્યાકરણનો પરીક્ષામાં શું મહત્વ છે એ બાબતે માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના યુવા નેતા રાજેશ સવનીયા દ્વારા આગામી આયોજન વિશે વિદ્યાર્થીઓને અવગત કરવા જણાવ્યું કે કલાર્કથી લઈને કલેકટર સુધી પહોંચવા માટે જ્ઞાતિવાદી લોકોના ભાષણોથી ગભરાવવાની જરૂરત નથી કારણ કે સરકારી ભરતીઓ કોઈ એક જ્ઞાતિની સંખ્યા, જ્ઞાતિની આર્થિક સધ્ધરતા કે રાજકીય ક્ષમતા ઉપર આધારી હોતી નથી, આ ભરતીઓ કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓની યોગ્યતા, ખંત પૂર્વક કરેલ. મહેનત અને પ્રારબધ ઉપર આધારિત હોય છે. તમે ખાખી પહેરવાના સપનાઓ જુઓ અને તમારા સપનાઓ પુરા કરવા માટે અમારી ટીમ તથા જ્ઞાતિના આગેવાનો વગેરે તન, મન અને ધનથી તમારી સાથે છે. તમારા સપનાઓ પુરા કરવાએ અમારૃં સપનું છે.

આ પ્રસંગે શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી તથા વોર્ડ નં.૧૧ના ભાજપના કોર્પોરેટર લીલુબેન જાદવ તથા પ્રદેશ ભાજપ યુવા મોરચાના આમંત્રીત  સભ્ય શ્રી પાર્થ નેના પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમના અંતમાં હેડ કોન્સ્ટેબલ શ્રી પ્રફુલભાઈ કુકડીયા દ્વારા આભારવિધી કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજેશભાઈ સવનીયા મો.૭૬૦૦૦ ૧૦૧૦૧, રમેશભાઈ ગોહીલ મો.૯૯૭૮૯ ૨૯૩૪૧, પ્રફુલભાઈ કુકડીયા મો.૭૫૬૭૩ ૩૪૨૩૫, દિનેશભાઈ કુકડીયા મો.૯૪૦૯૫ ૨૮૧૨૮, વિમલભાઈ પાણખાણીયા મો.૯૮૯૮૦ ૯૫૯૯૩, રમેશભાઈ છાંયા મો.૯૮૨૫૬ ૩૪૩૫૯એ જહેમત ઉઠાવી હતી.

(2:52 pm IST)