Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

અમરેલી પંથકના યુવાનના અકસ્માત મૃત્યુના કેસમાં ૧૧.પ૦ લાખનું વળતર

રાજકોટ તા. ર૭: અમરેલી પંથકનાં અપરણિત યુવાનનાં વાહન અકસ્માત મૃત્યુનાં કેસમાં રૂ. ૧૧,પ૦,૦૦૦/-નું જંગી વળતર મંજુર કરવાનો રાજકોટ ટ્રીબ્યુનલે હુકમ કરેલ હતો.

આ અંગેની હકીકત એવી છે કે અમરેલી પાસેનાં, કુકાવાવ તાલુકાનાં અમરાપરા ગામમાં રહેતાં, લવજીભાઇ ગોવીંદભાઇ વોરાનાં યુવાન પુત્ર ગુજરનાર ઉમેશભાઇ લવજીભાઇ વોરા મો.સા.માં પાછળ બેસીને જતાં હતા ત્યારે તા. ૧પ/૦૭/ર૦૧૭નાં રોજ અકસ્માતમાં મૃત્યુ થતાં, તેઓનો કેસ એડવોકેટ શ્રી કલ્પેશ કે. વાઘેલા તથા ભાવીન આર. હદવાણી (પટેલ) રોકાયેલ હતાં. જે કલેઇમ ચાલી જતાં, નામદાર કોર્ટ દ્વારા રૂ. ૧૧,પ૦,૦૦૦/- નો હુકમ કરવામાં આવેલ. ઉપરોકત કલેઇમમાં વીમા કંપની દ્વારા ગુજરનાર ૧૭ વર્ષ ૮ માસનાં હોય, તેઓની ભવિષ્યની આવક ધ્યાને ન લેવાય તેઓ બચાવ કરવામાં આવેલ પરંતુ કલ્પેશ કે. વાઘેલા તથા ભાવીન આર. હદવાણી (પટેલ) દ્વારા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટો તથા દલીલ રજુ કરતાં, કોર્ટ દ્વારા ગુજરનારની ભવિષ્યની આવક ધ્યાને લઇ ઉપરોકત રકમ મંજુર કરવામાં આવેલ.

ઉપરોકત કેસ તા. ૩૦-૧૦-ર૦૧૭નાં રોજ દાખલ કરવામાં આવેલ અને તેનું જજમેન્ટ તા. ર૦-૦૭-ર૦ર૧ના રોજ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ કે જેમાં કોરોના કાળમાં કોર્ટની કાર્યવાહી આશરે દોઢ વર્ષ બંધ રહેલ છતાં પણ ખુબ જ ટુંકા સમયગાળામાં જંગી વળતર મંજુર કરાવવામાં આવેલ હતું.

આ કામમાં ગુજરનારના વારસદાર તરફથી રાજકોટના વકીલશ્રી કલ્પેશ કે. વાઘેલા, ભાવિન આર. હદવાણી (પટેલ), અર્જુન ડી. કારીયા (ગઢવી) તથા શ્રધ્ધા અકબરી રોકાયેલ હતા.

(3:05 pm IST)