Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કોરોના મહામારી દરમ્યાન બંધ થયેલા અદાલતોના વધુ દરવાજા ખોલવા રજૂઆત

રાજકોટ તા. ર૯ :.. કોરોના મહામારી અંતર્ગત રાજકોટ ફોજદારી કોર્ટોના બંધ કરેલ દરવાજા ખોલવા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલ સહિતના વકીલોએ ડીસ્ટ્રીકટ જજ સમક્ષ રજૂઆત કરી હતી.

ગુજરાત હાઇકોર્ટની સુચના અનુસાર કોવીડ-૧૯ કોરોના મહામારીને કાબુમાં લેવા માટે ગુજરાતની તમામ અદાલતોના દરવાજા બંધ કરવામાં આવેલ. આવવા-જવા  માટે માત્ર ૧ દરવાજો ખુલો રાખેલ હતો.

હાલ ગુજરાતમાં કોવીડ-૧૯ ના કેસ ઘટી ગયા છે. સરકારે માત્ર ૧૮ શહેર સિવાય કરફયુ દુર કરેલ છે અને ૧૮ શહેરમાં પણ કરફયુ રાત્રીના ૧૧ પછીનો રાખી ઉતરોતર પ્રગતિ થયેલ છે.

હાલના સંજોગો રાજકોટની અદાલતોની આસપાસ બ્રીજનું કામ શરૂ હોય, ત્રણ રોડ બંધ કરેલ હોય, એકમાત્ર રોડ ખુલ્લો હોય, ટ્રાફીક સમસ્યા ઉભી થયેલ છે જેના ફોટોગ્રાફ સામેલ છે. આ તમામ હકિકત ધ્યાને લઇ ટ્રાફીક સમસ્યા ધ્યાને લઇ ફોજદારી કોર્ટના કોવીડ-૧૯ માં બંધ કરેલ દરવાજા ખોલવા વિનંતી છે. 

(3:33 pm IST)