Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બીન ખેતી અને રેવન્યુને લગતા કામોમાં ઝડપ લાવો : ચેતન રામાણી

મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને વિસ્તૃત રજુઆત

રાજકોટ તા. ૨૯ : ખેતીની જમીનમાં વેંચાણ, બીનખેતી, ખેડુત ખરાઇ પ્રમાણપત્ર, ખરી નકલો તેમજ રેવન્યુ ઓફીસને લગતા કામોમાં સુગમતા લાવવા પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ચેતન રામાણીએ મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે એડવોકેટ વિજય કે. રૈયાણી તરફથી મળેલ રજુઆત મુજબ ખરી નકલ મેળવવામાં તેમજ ખેડુત ખરાઇ પ્રમાણપત્રો મેળવવામાં ખેડુતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રેવન્યુ અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરેલ નોંધો ધ્યાને લેવામાં આવતી નથી. ટાઇટલમાં નાની મોટી બીનજરૂરી ભુલો કાઢી અરજદારોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. અરજીઓ ક્રમશઃ દાખલ કે નિકાલ કરવામાં આવતી નથી.

દસેક મુદ્દે કરાયેલ આ રજુઆતનો ત્વરીત ઉકેલ લાવવા ચેતનભાઇ રામાણીએ અંતમાં માંગણી ઉઠાવી છે.

(2:46 pm IST)