Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સિવિલ હોસ્પિટલના સિકયુરીટી ગાર્ડ રાજુભાઇ પર હુમલોઃ શર્ટ ફાડી નાંખ્યો

નશાખોર જેવા લાગતાં શખ્સને બહાર જવા કહેતાં પત્નિ સાથે મળી તૂટી પડ્યો

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલમાં સવારે સિકયુરીટી ગાર્ડને એક શખ્સ અને તેની પત્નિએ મળી મારકુટ કરી શર્ટ ફાડી નાંખ્યો હતો. મુંઢ મારને લીધે દુઃખાવો ઉપડતાં તે સારવાર માટે દાખલ થયા હતાં.

રામનાથપરા-૧૭માં રહેતાં રાજુભાઇ દેવશીભાઇ પરમાર (ઉ.વ.૫૪) નામના સિકયુરીટી ગાર્ડ પોતાની ફરજ પર હતાં ત્યારે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ નજીક આવેલા મેલડી માતાજીના મંદિરે નશાખોર જેવો શખ્સ બેઠો હોઇ અને દેકારો કરતો હોઇ તેને બહાર નીકળી જવા સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નિ સાથે મળી રાજુભાઇ પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ કેબલ વાયરથી પણ ફટકાર્યા હતાં. ઝપાઝપી કરી તેમનો શર્ટ પણ ફાડી નાંખ્યો હતો. બીજા લોકો ભેગા થઇ જતાં રાજુભાઇને છોડાવ્યા હતાં. મારામારી કરનારા બંને ભાગી ગયા હતાં. રાજુભાઇ સારવાર માટે દાખલ થતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

(3:27 pm IST)