Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

દિવાળીના દિવસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં યુવાનનું મોત નિપજાવનાર કારચાલકની ધરપકડ

નવા દોઢસો ફુટ રોડ પર અકસ્માત સર્જાયો'તોઃ યુનિવર્સિટી પોલીસે સીસીટીવી કુટેજના આધારે ચાલક કરણ ખુંટને ઝડપી લીધો

રાજકોટ તા. ર૯ : નવા રેસકોર્સ સામે નવા દોઢસો ફુટ રીંગ રોડ પર દિવાળીના દિવસે 'હિટ એન્ડ રન'ની ઘટનાાં બાઇકને હડફેટેલઇ યુવાનનું મોત નિપજાવવાના ગુન્હામાં ફરાર કાર ચાલકને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજસ્થાન હાલ જામનગર રોડ અર્બન હોટેલમાં રહેતો રમેશ દોલતભાઇ ગામેતી (ઉ.૩૧) ગત તા.૪ના રોજ દિવાળીના દિવસે બાઇક પર નવા રેસકોર્સ સામે નવોદોઢસો ફુટ રીંગ રોડ પર જતો હતો અને મિત્ર પાછળ બેઠો હતો .બંને નવાદોઢસો ફુટરીંગ રોડ પર પહોંચતા એક અજાણી કારના ચાલકે બાઇકને ઉલાળતા બંને મિત્રો ફંગોળાઇ ગયા હતા જેમાં રમેશ દોલતકુમાર ગામેતી (ઉ.૩૧) નું ઘટના સ્થળેજ મોત નિપજયું હતું અનેમીત્રને ઇન્જા થતા તેને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. અકસ્માત સર્જી ચાલક કાર લઇને ભાગી ગયો હતો. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. બી.જી.ડાંગર તથા રાઇટર ગીરીરાજસિંહ જાડેજાએ અજાણ્યાકારના ચાલક વિરૂધ્ધ આઇપીસી ૩૦૪ (અ), ર૭૯, ૩૩૭ તથા એમ. વી. એકટની કલમ ૧૩૪, ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તથા એસીપી પી. કે. દીયોરાની સુચનાથી યુનિવર્સિટી પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ તથા બનાવ સ્થળેથી મળેલ કારના મીરરનું કવર મળી આવતા તપાસ કરતા આ મીરરનું કવર હ્યુંડાઇની આઇ ટવેન્ટી કારનું કવર હોવાનું જાણવા મળ્યુ હતું. બાદ વધુ સીસીટીવી ફૂટેજની મદદથી કાર નં. જી.જે.-૩-એલ.જી.-૬૭૯૭ મેળવી તપાસ દરમ્યાન આ કાર કોઠારીયા રોડ વિશ્રાન્તીનગર સોસાયટી શેરી નં. ૪ માં રહેતા રાજેશભાઇ ગોરધનભાઇ ખૂંટની હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર પહોંચી કાર માલીક રાજેશભાઇની પુછપરછ કરતા દીવાળીના દિવસે પુત્ર કરણ કાર લઇ ગયો હોવાનું જણાવતા પોલીસે કરણ ખૂંટની પુછપરછ કરતા પોતે અકસ્માત સર્જયો હોવાની કબુલાત આપતા પોલીસે કરણ રાજેશભાઇ ખૂંટ (ઉ.વ.રર) ની ધરપકડ કરી હતી. આ કામગીરી પી.આઇ. એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. બી. જાડેજા, બી. જી. ડાંગર, હેડ કોન્સ. ગીરીરાજસિંહ, ઇકબાલભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, લક્ષ્મણભાઇ, જેન્તીગીરી, બળભદ્રસિંહ, સહદેવસિંહ અને બ્રિજરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(3:58 pm IST)