Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કલેકટર તંત્રના કલાર્ક ભીમજીયાણી GPSC પરીક્ષામાં પાસ : ત્રણ નાયબ મામલતદાર રીટાયર્ડ

રાજકોટ, તા. ૩૧ :  બે દિવસ પહેલા જાહેર થયેલ જી.પી.એસ.સી.ની વર્ગ-૧-રની પ્રાથમિક પરીક્ષાના પરીણામમાં કલેકટર કચેરીના હિસાબી શાખાના કારકૂન ધવલ ભીમજીયાણી સફળ બન્યા છે, હવે તેઓ આખરી લેખીત પરીક્ષા આપશે.

દરમિયાન કલેકટર તંત્રના ત્રણ નાયબ મામલતદારો આજે પોતાની રેવન્યુની વર્ષોની ફરજ સફળતાપૂર્વક બજાવી રીટાયર્ડ થતા તેમને વિદાયમાન અપાયું હતું, રીટાયર્ડ થનાર નાયબ મામલતદારોમાં ભોજાણી, પુરવઠાના ઝોનલ ઓફીસર શ્રી વાજા તથા મકવાણાનો સમાવેશ થાય છે, આ ઉપરાંત રેવન્યુના પણ હાલ સિંચાઇમાં ફરજ બજાવતા પટ્ટાવાળા મીરાણી પણ આજે નિવૃત્ત થયા હતા.

(4:55 pm IST)