Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગરમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: અહીં ધરારનગર–૧, સલીમ બાપુની મદ્રાસા પાસે રહેતા યશુબભાઈ અબ્બાસભાઈ જેડા, ઉ.વ.૧૯ એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર મોસિનભાઈ અબ્બાસભાઈ જેડા, ઉ.વ.ર૦, રે. ધરારનગર–૧, સલીમ બાપુની મદ્રાસા પાસે, જામનગરવાળા માધવબાગ–૧, દ્રારકેશ–૪ સોસાયટીમાં મકાન બનતા હોય જેમાં લોખંડ કામ કરતો હોય તે દરમ્યાન કામ કરતા લોખંડનું પીંઝરુ ઈલેકટ્રીક વાયરમાં અડી જતા શોર્ટ લાગતા મરણ ગયેલ છે.

ગોવાણા ગામે જુગાર રમતા એક મહિલા સહિત આઠ ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બલભદ્રસિંહ મહીપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોવાણા ગામની ઉગમણી સીમ વિસ્તારમાં આરોપી ભોજાભાઈ કારાભાઈ કરમુર, નીતીન કાન્તીભાઈ ગજર, રમેશભાઈ નારણભાઈ કરંગીયા, વશરામભાઈ મુળજીભાઈ પરમાર, સંજયભાઈ વાલજીભાઈ નંદાસણા, રાજેશભાઈ ભીમશીભાઈ વરૃ, જયેશ ઉર્ફે જીવરાજ જગાભાઈ નંદાણીયા, કાજલ ઉર્ફે કિષ્ના ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.પ૯૪૭૦/– તથા એક ફોરવ્હીલ સ્વીફટ ગાડી કિંમત રૂ.પ૦,૦૦૦/– મળી કુલ રૂ.૩૦૯૪૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૃની સાથે ઝડપાયો : એક ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ મહોબતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી નેહરૃનગર, શેરી નં.–૧૦, જામનગરમાં આરોપી ભરત હિરજીભાઈ ઘવડ, રે.જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ પીવાનો દારૃની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ. પ૦૦ વાળી સાથે જાહેરમાં નિકળતા ઝડપાઈ ગયેલ છે તથા મુદામાલ પુરો પાડનાર આરોપી જીતુ ઉર્ફે બાબલી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દારૃની બે બોટલ સાથે ઝડપાયો

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ કમાભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, ચામુડા પ્લોટ, ધ્રોલમાં આરોપી હિતેષભાઈ બાબુભાઈ વાઘેલાએ પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– નો પોતાના કબ્જા ભોગવટામાં રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:12 pm IST)