Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

શિક્ષણ મંત્રી દ્વારા પડતર પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક

ખંભાળીયા તા. ૧ :.. ગુજરાત રાજયના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયાએ ગઇકાલે ગાંધીનગર ખાતે રાજયના શિક્ષણ વિભાગના સચિવો તથા અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કર્યુ હતું.

શિક્ષણ વિભાગની વિવિધ કામગીરીઓ સંદર્ભમાં પડતર કામગીરી બાકી પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા તથા નિવારણ કરવા માટે જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન અધિકારીઓ તથા સચિવોને આપવામાં આવ્‍યું હતું.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણ વિભાગમાં પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે ખાસ આયોજન સાથે શિક્ષણમાં નવા પ્રયોગો પણ શરૂ કર્યા છે.

(11:30 am IST)