Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ઉનામાં ગાયત્રી માતાજી મંદિરનો ર૭મો પાટોત્‍સવ હોમાત્‍મક શતચંડી યજ્ઞઃ રાત્રે લોકડાયરો

ઉતા તા. ૧: શ્રી ગાયત્રી માતાજીના મંદિરનો ર૭મા પોટોત્‍સવ નિમિતે ૩ દિવસનો હોમાત્‍મક શતચંડી યજ્ઞ શરૂ થયેલ છે.

વેરાવળ રોડ ઉપર શિક્ષક સોસાયટી પાસે ર૭ દિવસ પહેલા માતાજીના ભકતોના તન-મન-ધનના સહકારથી શ્રી દેવમાતા ગાયત્રી માતાજીનું પંચમુખી પ્રતિમાવાળી તસ્‍વીર મૂર્તિની સ્‍થાપના કરી પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી તેના ર૭ વર્ષ પુર્ણ થતા હોય ર૭મો પાટોત્‍સવ નિમિતે ૩ દિવસનો હોમાત્‍મક શતચંડી યજ્ઞ માતાજીના મંદિરના વિશાળ સંકુલમાં થયો છે. જેમાં ૧૦ યજમાનો યજ્ઞમાં દંપતિ સાથે બિરાજેલ આ યજ્ઞ વિધિ પ્રભાસ પાટણના આચાર્ય ચેતનભાઇ જયકૃષ્‍ણભાઇ દવે તથા વિદ્વાન બ્રાહ્મણો સંપન્ન કરાવશે યજ્ઞ નિમિતે મંગળવારે રાત્રીના લોકડાયરો રાત્રીના ૯-૩૦ કલાકે યોજાશે જેના નામાંકિત કલાકારો રમઝટ બોલાવશે.

યજ્ઞની પૂર્ણાહુતિ અને બિડા હોમ કાલે સાંજે પ-૩૦ કલાકે કરાશે અને આરતી, પ્રસાદ બટુક ભોજન યોજાશે. તમામ ભકતજનોએ ધાર્મિક ઉત્‍સવનો લાભ લેવા શ્રી ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્‍ટ અને શ્રી ગાયત્રી ગરબી મંડળએ જાહેર નિમંત્રણ એક યાદીમાં જણાવ્‍યું છ.ે

(11:46 am IST)