Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ખંભાળીયા-દ્વારકાની મુલાકાતે મંત્રી રાઘવજીભાઇ પટેલ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧: તાજેતરમાં ગુજરાત ભરમાં  ફેલાયેલ લમ્‍પી રોગના સંદર્ભમાં દ્વારકા જીલ્લાના ખંભાળીયા તથા દ્વારકા તાલુકામાં વ્‍યાપક અસર હોય તથા કેટલીક ગાયોના પણ મોત નિપજયા આ બાબતે રૂબરૂ મુલાકાત લેવા શનીવારના રોજ રાજયના પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારકા જીલ્લાની મુલાકાતે આવ્‍યા હતા.

 ખંભાળીયાની રામનાથ વિસ્‍તારમાં આવેલી શેઠ શ્રી હરજીવન નરોતમદાસ પાંજરાપોળની મુલાકાત લીધી હતી. જેમની સાથે પુર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, જીલ્લા કલેકટર એમ.એ.પંડયા, ડી.ડી.ઓ. ડી.જે. જાડેજા, જીલ્લા પશુપાલન અધિકારી ડો.એમ.એન. પટેલ, ડો. અતુલ પટેલ તથા એનજીઓ વ્રજ ફાઉન્‍ડેશનના શ્રી કારીયા, એનીમલ કેટના દેુરભાઇ ધયા, ભાજપ મીડીયા કન્‍વીનર હિતેન્‍દ્રભાઇ આચાર્ય, ઇકુજીતસિંહ પરમાર, કેશોદના મોહનભાઇ મોકરીયા તથા સંસ્‍થાના મેનેજર દીપકભાઇ પારીયા તથા ટ્રસ્‍ટી ડો.રૂતેશ જોશી જોડાયા હતા.

 આ પછી કલેકટર કચેરીએ રાઘવજીભાઇ પટેલ દ્વારા સમીક્ષા બેઠક યોજીને જીલ્લામાં લમ્‍પીગ્રસ્‍ત ગાયો અંગે થતી કામગીરીની સમીક્ષા કરી કે માર્ગદર્શક સુચનાઓ આપી હતી. દ્વારકામાં પણ ગૌશાળાની મુલાકાત લીધી હતી. જેમાં દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, પાલીકા પ્રમુખ જયોતીબેન સામાણી તથા પજી ડોકટરોની ટીમ પણ સાથે જોડાઇ હતી. દરેક સ્‍થળે રોગ નિયંત્રણની કામગીરી ઝડપી કરવા સુચના અપાઇ હતી.

(1:36 pm IST)