Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગૌ માતાને રાષ્‍ટ્રમાતા જાહેર કરવા ભાલકા મંદિરેથી ગાંધીનગર પદયાત્રા

૧૮ માસથી દીલ્‍હીમાં ઉપવાસ ઉપર બેસેલા યુવાનની પ્રેરણાથી હજારો યુવાનો જોડાશે

વેરાવળ, તા.૧: ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા ફોજ દ્દારા દીલ્‍હીમા ૫૫૮ દિવસથી મુળ દ્વારકાનો યુવાન ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે બિરૂદ મળે તે માટે ઉપવાસ પર   બેઠો છે તે યુવાનના ફોજ દ્વારા કેન્‍દ્ર રાજય સરકારને જગાડવા અનેક કાર્યક્રમો થયેલ છ પણ કોઈ ગૌ માતા માટે સરકાર કામ કરતી નથી જેથી શ્રીકૃષ્‍ણ ભગવાન મંદિર ભાલકા તીર્થથી ગાંધીનગરની પગપાળા પદયાત્રા આજથી પ્રારંભ કરેલ હતો અને ગાંધીનગર ૧૩ દિવસે પહોંચશે. રસ્‍તામાં જયા રાત્રી રોકાણ છે ત્‍યાં સભા ભરવામાં આવશે અને ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે બિરૂદ મળે તે માટે સરકારને જગાડવા માટે પ્રચાર પ્રસાર કરાશે.

ભાલકા મંદિરથી નિકળેલ પદયાત્રામાં અનેક યુવાનો જોડાયેલ હતા તેને રોષભેર જણાવેલ હતં કે ગાયોના નામે સરકારો બની જાય છે પણ રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવાની માગણી સ્‍વીકારાતી નથી બધી જગ્‍યાએ ભાજપને શાસન  છે તેમ છતા સરકારો દ્વારા કામગીરી થતી નથી ફકત મત લેવા માટે ઘરે ઘરે ફરે છે હાલમાં લમ્‍પી વાઈરસમાં હજારો ગાયો મૃત્‍યુ પામેલ છે તેમાં સરકાર બેદરકાર છે ભારતભરના યુવાનો ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકેનુ બિરૂદ અપાવીને જંપશે તેમા જે કંઈ કરવુ પડે તે કરવામા આવશે પ્રથમ રાત્રી રોકાણ કેશોદ ખાતે રાખવમાં આવશે તેમ જણાવેલ છે.

(1:38 pm IST)