Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબી અને વાંકાનેર તાલુકામાં વધુ એક -એક ઇંચ વરસાદ, ત્રણ તાલુકામાં વરસાદી ઝાપટા

મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ: શહેરમાં વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા

મોરબી જીલ્લામાં ગુરુવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સવારથી સાંજ સુધીમાં મોરબી અને વાંકાનેર તાલુકામાં વધુ ૧-૧ ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે અન્ય ત્રણ તાલુકામાં વરસાદી ઝાપટા નોંધાયા છે

મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો હતો જેમાં મોરબી તાલુકામાં ૨૫ મીમી, ટંકારા તાલુકામાં ૦૫ મીમી, માળિયા તાલુકામાં ૦૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૨૩ મીમી અને હળવદ તાલુકામાં ૦૮ મીમી વરસાદ નોંધાયો છે મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો મોરબી શહેરમાં વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા.

(10:21 pm IST)