Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબીમાં ચિંથરે હાલ થઈ ચેકેલા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે. સામાજીક અગ્રણીની મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરી.

મોરબી : ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ્સ ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા એ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલને લખેલ પત્રમાં જણાવ્યા મુજબ મોરબી માં એકાંતરે ખૂન ખરાબા, ચોરીઓ, કે લુટ વગેરે પ્રકાર ના કોઇ ને કોઇ ગુનાઓ બની રહ્યા છે.
  અમારી આ શાંત નગરી મોરબી ને કોનું ગ્રહણ લાગેલ છે. કે આજકાલ તે બિહાર ને પણ પાછળ રાખે તેવા બનાવો બની રહ્યા છે. જાણે કે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેવું જ વર્તન ગુનેગારો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જાણે કે ગુનેગારો ને પોલીસ નો કોઈ ખોફ જ નથી.
  આવોજ એક બનાવ ગઈ કાલે મોરબી નો પોસ વિસ્તાર ગણાતો એવા રવાપર રોડ પર બપોર ના સમયે ખુબજ વ્યસ્ત ટ્રાફિક ની હાજરી માં બનેલ છે. એક વ્યક્તિ ને બે લુટારુ ઓ દ્વારા ધોળા દિવશે હાથ માં રિવોલ્વર લઈને લુંટવામાં આવેલ છે. તેને મરણતોલ માર મારવામાં આવેલ અને તેની પાસે થી રોકલ રકમ ની મોટી લુટ કરવામાં આવેલ , સદનસીબે રાહદારીઓ દ્વારા દેકારા અને પ્રતિકાર કરતા લુટારુ ઓ પોતાની ધારી રકમ લુટી ના શક્યા પરંતુ થોડી રકમ તો લુટી જ ગયા છે. તેના વિડીઓ શુટિંગ પણ થયા છે. તે લોકો ને તાત્કાલિક પકડી ને કડક માં કડક સજ્જા થાય તેવું કરવા વિનંતી છે. 
  એક તો મોરબી શહેરમાં દરેક રસ્તા પર ટુકા અંતરે સીસી ટીવી કેમેરા ગોઠવવા માં આવે અને આ કેમેરા એક બીજા ને કવરેજ કરે તેવી રીતે ગોઠવવા માં આવે તેવી મારી માંગણી છે.
  બીજું કે પોલીશ સ્ટાફ ખુબજ ઓછો છે. તો પોલીસ સ્ટાફ વધારવામાં આવે પોલીસ ચોકીઓ  પણ વધારમાં માં આવે. 
  માસ્ક વગરના, લાયસન્સ સાથે ના હોય તેવા, સીટી બેલ્ટ બાંધેલ ના હોય તેવા ઓ ને જેમ દંડ કરવામાં આવે છે. સીસી. ટીવી કેમેરા થી પણ તેઓ ઉપર ધ્યાન રાખવામાં તેવીજ રીતે ક્રાઈમ કરતા ગુનેગારો ને પકડવા માટેની વ્યવસ્થા ગોઠવવા માં આવે. 
  મોરબી માં દારૂ શેરી એ અને ગલી એ મળે છે. તેવું લોકો કહી રહ્યા છે. વાતો તો ત્યાં સુધી થાય છે કે તમે અમુક નંબર પર ફોન કરો તો દારૂ ની તમોને ઘરે ડીલેવરી પણ મળી જાય છે. આ નંબરો જો  લોકો પાસે આવી જાય  છે. તો પોલીસ ડીપાર્ટમેન્ટ પાસે કેમ નથી આવતા? કે પછી આમાં પણ કાઈક રંધાય છે?
  બીજું કે જયારે કોઈ સારા પોલીસ ઓફિસર કે સ્ટાફ આવે છે. તેઓ નિષ્ઠા થી વફાદારી પૂર્વક  કાયદા ની મર્યાદા માં અને કાયદેસર કામ કરતા હોય છે. ત્યારે સતાધારી પક્ષ ના રાજકીય આગેવાનો ને તે ગમતું હોતું નથી. જેથી આવા ઓફિસર / કર્મચારી ઓને વારંવાર બદલીઓ કરી ને તેઓને હેરાન પરેશાન કરવામાં આવે છે. તેઓનું મોરલ ડાઉન કરવામ આવે છે. તેવું પણ સાંભળવામાં આવેલ છે. તો આવું ના થાય તે માટે  પણ યોગ્ય કરવા વિનંતી. 
તો અમારી આપ સાહેબ પાસે નમ્ર વિનતી સાથે માગણી છે.  કે મોરબી ને ક્રાઈમ નગરી માંથી  છોડવો અને  સુ. સંસ્કારી અને શાંત નગરી બનાવો.  અને આ માટે  અમારા ઉપરના સૂચનો અને બીજા યોગ્ય પગલા ઓ લેવા વિનતી છે.
  જો આવું કરવામાં નહી આવે તો અમારે ના છુટકે સ્થાનિક નાગરીકો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા  માર્ગે આંદોલનો કરવા ની ફરજ પડશે તો આ બાબતે યોગ્ય કરવા અંતમાં વિનંતી કરી છે.

(11:18 am IST)