Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

થાનગઢના એસબીઆઇમાં આગ : રેકર્ડનો નાશ

 વઢવાણ : થાનગઢમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વહેલી સવારે વરસાદી વાતાવરણ વચ્ચે ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. બેન્કના અધિકારીઓ બેન્કમાં આવ્યાં ત્યારે તેઓને આ આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી થાનગઢ ફાયરને જાણ કરતા ફાયરની ટીમ આવીને લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બેન્કની બારીમાંથી ફાયર દ્વારા પાણીનો મારો કરી આગને કન્ટ્રોલ કરવામાં આવી હતી. આ આગ બેન્કના રેકર્ડ રૂમમાં લાગતા રેકર્ડના ચોપડા બળીને ખાખ થઈ ગયા હતા.ઘણા બધા જુના રેકર્ડનો નાશ થયો હતો.

(12:27 pm IST)