Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વડિયામાં પશુ હોસ્પિટલ બનાવવા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડની માંગને ગ્રામ પંચાયતનો ટેકો : ગ્રામ પંચાયતે ઠરાવ કરી જમીન ફાળવી

સરપંચ ઢોલરીયા દંપતી પણ પશુ દવાખાનાની સુવિધા માટે તત્પર

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૨ : અમરેલી જિલ્લા છેવાડાના તાલુકા એવા વડિયામાં તાલુકા કક્ષાના પશુ દવાખાનાની ફાળવણી કરવા માટે અને આધુનિક પશુ સારવાર હોસ્પિટલ બનાવવા માટે થોડા સમય પેહલા રાજયના પશુપાલન મંત્રીને પત્ર લખી માંગણી કરવામાં આવી હતી.

 હાલ વડિયાની ત્રણ ગૌશાળા અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા વધુ લોકોને કારણે પશુઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી વડિયાને તાલુકા લેવલની ઉચ્ચ સુવિધાઓ ધરાવતી પશુ સારવાર હોસ્પિટલ બને તે માટે પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડની માંગને વડિયા ગ્રામપંચાયતના સરપંચ દંપતી રમાબેન અને છગનભાઇ ઢોલરીયા દ્વવારા સુર પુરાવી ગ્રામપંચાયત દ્વવારા ઠરાવ કરી પશુ દવાખાના માટે બરવાળા રોડ પર જગ્યા ફાળવી આપતા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડની માંગણી સાથે વડિયા ગ્રામપંચાયત જોડાતા તે વધુ મજબૂત બની છે.

યોગ્ય માંગણી હોવાથી આવનાર દિવસમાં બુલેટ ટ્રેનની ગતીથી કામ કરતી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ફાળવણી કરે તો મોટી સંખ્યામાં પશુપાલન કરનારા અને ગૌશાળાને લાભ પ્રાપ્ત થાય તેવું જોવા મળી રહયુ છે.

(10:55 am IST)