Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાના વહારે પહોંચી કેશોદ ૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્‍પલાઈન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૩: તાલુકાના એક ગામમાં સાસરે આવેલ મહિલા પર  પતિ દ્રારા શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોય તેથી મહિલાએ  ૧૮૧ મહિલા હેલ્‍પલાઈનમાં ફોન કરી મદદ માગેલી જેના પગલે કેશોદ ૧૮૧ ટીમના કાઉન્‍સેલર ડાયબેન માવદીયા સહ સ્‍ટાફ તુરંત ઘટના સ્‍થળે દોડી ગયા હતા ને સ્‍થળ પર પહોંચી મહિલાનુ કાઉન્‍સેલીંગ કરતા મહિલાએ જણાવ્‍યું હતું કે પતિ રોજ નશાની હાલતમાં આવી નાની મોટી ભૂલ શોધી ત્રાસ આપી મહિલાના પિયર જવા મજબુર કરતા હતા અને હાલ મહિલા સગર્ભા હોય તેથી મહિલાએ કંટાળીને ૧૮૧ ટીમની મદદ લેવી જરૂરી બની તેથી સ્‍થળ પર મહિલાના મોટા બહેન બનેવીની હાજરીમાં પતિનુ  કાઉન્‍સેલીંગ કરી કાયદાકીય માહિતી આપી સમજાવ્‍યા પરંતુ પતિ - પત્‍નીના કાઉન્‍સિલિંગ દરમ્‍યાન એવું જણાયું કે  ઘરેલું હિંસાથી પીડિત સગર્ભા મહિલાની ગંભીર સમસ્‍યા છે તેથી પતિ - પત્‍નિ બન્નેને લાંબા ગાળાના કાઉન્‍સેલિંગ અને અન્‍ય કાયદાકીય મદદ માટે  કેશોદ પોલીસ સ્‍ટેશન સ્‍થિત પોલીસ સ્‍ટેશન બેઈડઝ સપોર્ટ સેન્‍ટર ખાતે  લઇ જવામાં આવેલ હતા.

(2:00 pm IST)