Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જુનાગઢમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી

જુનાગઢ : પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પ મી જન્મતિથીએ સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ -જુનાગઢના ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે. કે. ઠેસીયા અને જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી સુશ્રી મૃણાલિનીબેન ગોધાણના પ્રભાવી માર્ગદર્શન હેઠળ કોરોનાની સુચનાઓના પાલન સાથે સરદાર ચોક -જુનાગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમા, શાક માર્કેટ -જોષીપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમા તેમજ ડો. હરીભાઇ ગોધાણી કેમ્પસ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને સુતમાલા અને પુષ્પમાળા અર્પણ કરી, સૌએ વંદન કરીને ઋણ સ્વીકાર કર્યો હતો. ડો. હરિભાઇ ગોધાણી, કેમ્પસ-જોષીપુરા, જુનાગઢ ખાતે યોજાયેલ વ્યાખ્યાનમાળામાં સંસ્થાના ચેરમેન જે. કે. ઠેસીયા, ટ્રસ્ટી ચુનીભાઇ રાખોલીયા તેમજ કર્મચારીશ્રીઓ સુશ્રી લક્ષ્મીતાબેન ખુંટ, સુ ડેનિશાબેન પરમાર અને ભરતભાઇ વેકરીયાએ સરદાર પટેલ જીવન-ચરિત્ર અને તેઓશ્રીના યોગદાન વિશે મનનીય વકતવ્યો આપ્યા હતાં. જયારે શાળાના આચાર્ય સુશ્રી જયશ્રીબેન રંગોલીયાએ એકતા દિવસના શપથ લેવડાવ્યા હતાં આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ સરદારશ્રીની મહાઆરતી અને પુષ્પ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. સ્વાગત પ્રવચન સંસ્થાના શિક્ષણ નિયામક  એસ. કે. વોરા તેમજ આભારદર્શન માધ્યમિક શાળાના વડાશ્રી ઉમેશભાઇ હિરપરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના પ્રીન્સીપાલ સુશ્રી પારૂલબેન ઉઠાવી હતી. આ ઉજવણીમાં ટ્રસ્ટીશ્રીઓ મહેન્દ્રભાઇ ગોધાણી, કડવાભાઇ રામાણી, અશ્વિનભાઇ બોરડ, સુશ્રી ઉષાબેન ગોધાણી સહિત નગરજનો અને સંસ્થાના કર્મચારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતીમાં સૌએ ભારતભાગ્યવિધાતા સરદાર પટેલના સમગ્ર ભારત અને જુનાગઢના મુકિતદાતા તરીકે ભાવપૂર્વક ઋણ સ્વીકાર કરી, કૃતકૃત્યતા અનુભવી હતી. સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી તે તસ્વીર.

(11:36 am IST)