Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૩ કેસો : ૧૦ દર્દી ડીસ્ચાર્જ

 મોરબી,તા.૩ :  જીલ્લામાં કોરોનાના નવા ૧૩ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૦ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે

  આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૧ કેસોમાં ૦૫ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં અને ટંકારા ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૩ કેસો નોંધાયા છે તો આજે વધુ ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૨૩૮ થયો છે જેમાં ૧૪૭ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૧૯૬૫ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(12:52 pm IST)