Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમરેલી જીલ્લામાં પ અપમૃત્યુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩ :  ઠેબી ડેમમાં જેસીંગપરા રામપરા શેરી નં.૭માં રહેતા બાબુભાઇ વલ્લભાઇ ત્રાપસીયા ઉ.વ.૭પ ને ડાયાબીટીસની બીમારીથી પોતે કંટાળી જતાં ઠેબી ડેમમાં પડી જતાં ડુબી જવાથી મોત નીપજયાનું પુત્ર મહેશભાઇ ત્રાપસીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. અમરેલી તાલુકાનાં લાલાવદરમાં થાવુભાઇ જેતરાભાઇ ડાવર ઉ.વ.૪પ મુળ એમ.પી. હાલ લાલાવદર કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં મોત નીપજયાનું પુત્ર લાલાભાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. અમરેલી તાલુકાના ચાંપાથળ સીમમાં શેત્રુજી નદીમાં શંભુભાઇ નરશીભાઇ પરમાર ઉ.વ.૭પ છેલ્લા ૧૦ દિવસથી ઘરેથી કોઇને કહયા વગર નીકળી જતાં કોઇ અગમ્ય કારણોસર મોત નીપજયાનું પુત્ર અશોકભાઇ પરમારે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

બગસરામાં દિકરાઓનું વેવીશાળ ન થતાં કિશોરભાઇ સવજીભાઇ ભટ્ટીએ એસ.ટી. ડેપો નજીક આવેલ બાવળની કાંટમાં કેરોસીન છાંટી સળગી જતાં મોત નીપજયાનું પુત્ર રાહુલભાઇએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. રાજુલાના જુની કાતરવાડી વિસ્તારમાં ઋત્વીબેન પ્રફુલભાઇ વઘાસીયા ઉ.વ.૧૩ થ્રેસરમાં સીંગ કાઢતા મજુરોને પાણી પાવા જતાં દુપટ્ટો થ્રેસરની પુલીમાં આવી જતા મોત નીપજયાનું પ્રફુલભાઇ વઘાસીયાએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. દામનગર કુંભનાથ તળાવમાં માછલાને મમરા નાખતા મુકેશભાઇ ગોપાલભાઇ સોલંકી ઉ.વ.પ૦નો પગ લપસી જતાં પાણીમાં ડુબી જતાં મોત નીપજયાનું મેહુલભાઇ પરમારે દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:54 pm IST)