Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ટંકારાના છતર ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થતા રવજીભાઇ મકવાણાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા નજીક બાઈક સ્લીપ થઇ જતા ચાલકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારાના છતર ગામે રહેતા વિરજીભાઇ રવજીભાઇ મકવાણાએ ટંકારા પોલીસમાં દાખલ કરેલ ફરિયાદ અનુસાર રવજીભાઇ સવજીભાઇ મકવાણા પોતાનુ મો.સા.નં.ઞ્થ્-૦૩-ણ્ઞ્-૪૮૬૪ઙ્ગપર જતા હતા. એ સમયે છતર ગામના પાટીયા થી થોડે દુર રાજકોટ તરફ પુલીયા પાસે પહોંચતા બાઇક સ્લીપ થયું હતું. જયાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(1:03 pm IST)