Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સૌરાષ્ટ્રના ૪૦ ગુન્હાઓના વોન્ટેડ નાગદાનને ઝડપવા અમારી ટીમે ત્રણ દિ’ સુધી સ્વીગી અને કુરિયરવાળાનું રૂપ ધારણ કરેલું: ઍસપી નિર્લિપ્ત રાય

સૌરાષ્ટ્રમાં દારૂના ધંધાનું સામ્રાજય ધરાવતા નગદાન ગઢવીને હરિયાણાના ગુડગાવથી આ રીતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપવામાં આવેલ ‘અકિલા’ સાથે વાતચીત : ગુજરાતથી નિર્લિપ્ત રાયના નેતૃત્વમાં ત્રણ ટીમ હરિયાણા પહોîચી હતીઃ આસપાસના લોકોને ગંધ ન આવી જાય તે માટે ત્રણ દિવસ સુધી ખૂબ સાવચેતી રાખી આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

રાજકોટ તા.૪:  સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂના ધંધાનું મોટું સામ્રાજ્ય ધરાવતા અને ૪૦ થી વધુ જેની સામે ગુન્હાઓ દાખલ થયા છે તેવા કુખ્યાત વોન્ટેડ બુટલેગર નગદાંન ગઢવીને હરિયાણાના ગુડગાવથી ખાસ ઓપરેશન પાર પાડી  સ્ટેટ મોનીટરીંગ સેલના કાર્યદક્ષ અને લોક પ્રિય ઍસપી નિર્લિ રાય ટીમ કેવી રીતે ઝડપી લાવી તેની રસપ્રદ કથા અકિલાસમક્ષ શ્રી નિર્લિ રાય દ્વારા વર્ણવવામાં આવી છે.                       

ગુજરાતમાં ગેરકાયદે દારૂ, હથિયાર અને ડ્રગ્સ સહિતના ગેરકાયદે કારોબાર આડે સ્પીડ બ્રેકર મૂકવા માટે અને ચોક્કસ જિલ્લા અને શહેરોમાં અધિકારીઓ અને સ્ટાફ મર્યાદા ન ઓળંગે તે માટે રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્યની હકૂમત ધરાવતા સ્ટેટ મોનીટરીંગ સેલના વડા શ્રી આશિષ ભાટિયાના હાથ મજબૂત બનાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલમાં શ્રી નિર્લિપ્ત રાયજી જેવા સ્વચ્છ પ્રતિભા સાથે નીડર યુવા આઇપીઍસની પસંદગી બાદ રોજે રોજ તેમની ટીમના ડીવાયઍસપી શ્રી કે.ટી. કામરિયા ટીમ ઍક દિવસ રજા રાખ્યા વગર દરોડા પાડતી હોવાથી સ્થાનિક પોલિસ પણ સ્ટેટ મોનિટરીંગ સેલની પોતાના વિસ્તારમાં પસાર થાય ત્યાં જ દોડધામ કરી મૂકે છે. જો કે .ઍસપી શ્રી નિર્લિ રાય વિશેષ કરવા ઈચ્છતા હતા. આ દરમિયાન તેમના ધ્યાનમાં પ વર્ષથી વોન્ટેડ અને દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં ઉતારવાનો આરોપ છે તેવા નગદાંન ગઢવીનું નામ સામે આવતા આ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.                                     

અંદાજે ૨૦૧૭ થી વોન્ટેડ આ આરોપી હરિયાણાના ગુડગાવમા હોવાની માહિતી શ્રી.નિર્લિ રાયને મળતા તેઓ દ્વારા આ માટે ખાસ ત્રણ ટીમ કે જેનું નેતૃત્વ પોતે જાતે કરી હરિયાણા ગુડગાવ પોહચી ગયા હતા, આરોપી ર્પ ઍવી રીતે વોચ ગોઠવવામાં આવેલ કે આસપાસના રહીશોને પણ પોલીસ હોવાની શંકા ન જાય, આ માટે ચોકકસ લોકેશન દ્વારા નજર રાખવામાં આવતી હતી. આરોપીની હિલચાલ દૈનિક ગતિ વિધિઓ જાણવા માટે ત્રણ દિવસ સુધી કુરિયર અને સ્વિગીના સ્ટાફનો વેશ ધારણ કરેલ, અને આખરે તમામ  તૈયારિઓ બાદ આખું ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી લેવામાં આવેલ તેમ સ્ટેટ મોનીટરીંગ સેલ ઍસપી શ્રી નિર્લિપ્ત રાયજી દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ.        

અત્રે ઍ યાદ રહે કે ૪૦ થી વધુ ગુન્હામાં  વોન્ટેડ આ આરોપીની ભૂતકાળમાં હાલના સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેકટર શ્રી પ્રવીણ સિંહા કે જે તે સમયે જૂનાગઢ રેન્જ વડા હતા તે સમયે કાર્યવાહી કરાવેલ. ઘણા વર્ષો પછી શ્રી નિર્લિપત રાય સ્ટેટ મોનીટરીંગ સેલમાં આવ્યા બાદ આવી કાર્યવાહી બદલ રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે.

(12:22 pm IST)