Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ધોરાજી પોલીસે ચોરી કરેલ સ્‍કૂલ બસ સાથે બે શખ્‍સોને ઝડપી લીધા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૪ :  ધોરાજી પોલીસે ચોરી કરેલ સ્‍કુલ બસ સાથે બે શખ્‍સો ને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

અંકુર  સ્‍કૂલ સંચાલકે બસ ચોરી થવા અંગે ફરિયાદ કરાઈ હતી આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ ની ટીમ ને બાતમી મળતાં મડલીકપૂર પૂર થી આવતી.

જીજે - ૦૩ - એટી ૬૦૦૧ સ્‍કૂલ બસ ને પોકેટ કોપ ની મદદથી તપાસ હાથ ધરાતાં બસ ચોરી થવા અંગે નૂ પોલીસ તપાસમાં ખૂલતાં પોલીસે સ્‍કૂલ બસ સહિત રૂ ૨ લાખ નો મૂદામાલ સાથે આરોપી ઓ (૧) સોયબખાન ઉર્ફે કુચી નાસીરખાન તથા (૨)  રાજેશ ભીમજીને ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે

પોલીસની પ્રાથમીક તપાસ મા આ ગૂના નો આરોપી સોયબખાન અંકુર સ્‍કૂલની બસ ચલાવતો હતો  દરરોજ વિદ્યાર્થીઓને મુકવા તોરણીયા જતો અને ત્‍યાં જ બસ રાખી દેતો હતો, ૩૦ મીએ સવારે ફોન કરી સ્‍કૂલ સંચાલકને પોતે જ જાણ કરી હતી કે બસ ચોરી થઈ છે બસને લઈ અમદાવાદ ભંગાર વાડામાં વેચી નાખવાનો પ્‍લાન હતો,પોલીસે બાતમી ના આધારે બસ સાથે બે શખ્‍સો ને ઝડપ્‍યા છે

પોલીસ ની ટીમે આરોપી ઓ સોયબખાન ઉર્ફે કુચી નાસીરખાન તથા તેનો મીત્રં  રાજેશ ભીમજી ને ચોરી થયેલ સ્‍કૂલ બસ સાથે ઝડપી પાડી ને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે

આ સ્‍કૂલ બસ ચોરી ના ગૂના નો ભેદ ઉકેલવા માટે ની કાયવાહી માં ધોરાજી પીઆઈ એ.બી.ગોહીલ, હેડ કોન્‍સ્‍ટેબલ ક્રીપાલસિંહ જાડેજા, વિપુલભાઇ ગુજરાતી, કોન્‍સ્‍ટેબલ રવિરાજસિંહ વાળા, રવિરાજસિંહ જાડેજા, ઇશીતભાઇ માણાવદરીયા, સુરપાલસિંહ જાડેજા, જયસુખભાઇ ગરાંભડીયા, અરવિંદભાઇ દાફડા સહિત નો પોલીસ જોડાયો હતો.

(11:40 am IST)