Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભાવનગર કોર્પોરેશનમાં ભાજપે ૧૨ ને રીપીટ કર્યાઃ ૪૦ નવા ચહેરા

એક પણ કડવા પાટીદાર સમાજમાંથી ઉમેદવારની પસંદગી ન કરાતા રોષઃ ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૫ : ભાવનગર મહાનગર પાલીકાની ચુંટણી માટે ભાજપનાં ઉમેદવારોએ આજે બપોરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

આગામી તા.ર૧ ફેબ્રુ. એ યોજાનાર ભાવનગર મહાનગર પાલીકાની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. ભાજપ દ્વારા તેનાં પર ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ આજે શુક્રવારે બપોરે તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ રજુ કરી હતી. સવારે ૧૧ વાગ્યે શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારો તેના ટેકેદારો-કાર્યકરો સાથે બહોળી સંખ્યામાં એકઠા થયા હતા અને બપોરે ૧.૩૯ મીનીટે તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા. ભાજપે પર માં ૧રને રીપીટ કર્યા છે અને ૪૦ નવા ચહેરાને ટીકીટ આપી છે.

હવે ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ હોય આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં ઉમેદવારોની કતાર લાગી હતી. મહાપાલીકાની ચુંટણીમાં તા.૬ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહેશે. તા. ૮મીએ ઉમેદવારો પત્રોની ચકાસણી કરવામાં આવશે. આગામી તા. ૯ મીએ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતીમ દિવસ રહેશે. તા.ર૧મી મતદાન અને ર૩મીએ મત ગણતરી હાથ ધરાશે.

ભાજપ દ્વારા કોર્પોરેશનની ચુંટણીમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજમાંથી ટીકીટ આપે છે. આ વર્ષે કડવા પાટીદાર સમાજના આગેવાનોને ટીકીટ ફાળવણી માટે ખાતરી આપી હતી. તેમ છતાં જાહેર કરેલા ઉમેદવારોમાં એક પણ કડવા પાટીદાર સમાજમાંથી ઉમેદવારની પસંદગી નહી કરાતા કડવા પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને કડવા પટેલ સમાજના આગેવાનો ભાજપ કાર્યાલય પહોંચી કડવા પાટીદાર સમાજમાંથી ટીકીટ આપવા માંગણી કરી હતી. કડવા પાટીદાર સમાજ ઉપરાંત કુંભાર, દરજી, મોચી સહીતની ઓછી વસ્તી ધરાવતા સમાજમાંથી એક પણ ટીકીટ નહી ફાળવતા નાની-નાની જ્ઞાતિમાં પણ કચવાટ ફેલાયો છે. તદુપરાંત કાળીયાબીડ ક્ષત્રીય સમાજમાં પુરૂષને ટીકીટ આપવાની માંગણી કરવા સાથે છેક પ્રદેશ સુધી પહોંચ્યા હોવા છતા મહીલાને ટીકીટ આપતા તેમાં પણ આગામી દિવસોમાં નવા જુનીના એંધાણ વર્તાઇ રહયા છે.

ભાવનગર કોર્પોરેશનમાં કયા વોર્ડમાં કોને ટીકીટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., પઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનીક સ્વરાજય ચુંટણી પૈકી ભાવનગર મહાનગર પાલીકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની સુચના અનુસાર જાહેર કરવામાં આવે છે.

વોર્ડ નંબર

ઉમેદવારનું નામ

૧-ચિત્રા ફુલસાર નારી

શ્રી કીર્તીબાળા હિતેશકુમાર દાણીધારીયા

શ્રી હીરાબેન વિનોદભાઇ કુકડીયા

શ્રી રાકેશભાઇ દુલાભાઇ બારૈયા

શ્રી ઉપેન્દ્રસિંહ હનુભા ચુડાસમા

ર-કુંભારવાડા

શ્રી વિલાસબેન અરવિંદભાઇ રાઠોડ

શ્રી વર્ષાબેન પંકજભાઇ ઉનાવા

શ્રી નરેશભમાઇ કરશનભાઇ ચાવડા

શ્રી બાબુભાઇ પોપટભાઇ મેર

૩-વડવાબ

શ્રી શ્રીમતી ઉષાબેન કિશોરભાઇ ગોહીલ

શ્રીમતી સેજલબેન મહેશભાઇ ગોહીલ

શ્રી ઉપેન્દ્રસિંહ જામસિંહ ગોહીલ

શ્રી લક્ષ્મણભાઇ મેપાભાઇ રાઠોડ (ભરવાડ)

૪-કર્ચલીયા પર

શ્રીમતી રતનબેન નરેશભાઇ વેગડ

શ્રીમતી નીતાબેન ધર્મેન્દ્રભાઇ બારૈયા

શ્રી ગોપાલભાઇ આનંદભાઇ મકવાણા

શ્રી ભરતભાઇ નાથાભાઇ ચુડાસમા

પ-ઉત્તર કૃષ્ણનગર રૂવા

શ્રીમતી ગીતાબેન નાનુભાઇ મેર

શ્રીમતી લીલાબેન નરસિંહભાઇ કલીવડા

શ્રી રાજુભાઇ રમેશચંદ્ર ઉપાધ્યાય

શ્રી રમેશભાઇ બોધજી રાઠોડ

૬-પીરછાલા

શ્રીમતી મનીષાબેન અમિતભાઇ વાઘેલા

શ્રીમતી યોગીતાબેન પ્રિયાંકભમાઇ ત્રિવેદી

શ્રી કૃણાલભાઇ (કુમાર) કે.શાહ

શ્રી દિલીપભાઇ એન.જોબનપુત્રા

૭-તખ્તેશ્વર

શ્રીમતી હીરાબેન હિંમતભાઇ વિંઝુડા

શ્રીમતી ભાવનાબેન ભાવેશભાઇ દવે

વોર્ડ નંબર

ઉમેદવારનું નામ

શ્રી ભરતભાઇ મણીલાલ બારડ

શ્રી ભાવેશ મહેન્દ્રભાઇ મોદી

૮-વાળવા અ

શ્રીમતી ભારતીબેન પંકજભાઇ બારૈયા

શ્રીમતી મોનાબેન ધર્મેન્દ્રભાઇ પારેખ

શ્રી રાજેશકુમાર વિનોદરાય પંડયા

શ્રી રાજેશભાઇ પોપટભાઇ રાબડીયા

૯-બોર તળાવ

શ્રીમતી સવિતાબેન કીરીટસિંહ હાડા

શ્રીમતી વર્ષાબેન ઘનશ્યામભાઇ મોણપરા

શ્રી અશોકભાઇ પોપટભાઇ બારૈયા

શ્રી મહેન્દ્રસિંહ બળવંતસિંહ ગોહીલ

૧૦-કડીયા બીડ

શ્રીમતી વર્ષાબેન વિક્રમસિંહ પરમાર

શ્રીમતી શારદાબેન નાગજીભાઇ મકવાણા

શ્રી પરેશભાઇ બળવંતભાઇ પંડયા

શ્રી ધીરૂભાઇ ગણેશભાઇ ધામેલીયા

૧૧-દક્ષિણ સરદારનગર

શ્રીમતી ભાવનાબેન અનિલભાઇ ત્રિવેદી

શ્રીમતી મોનાબેન પ્રવિણભાઇ મકવાણા

શ્રી મહેશભાઇ મનુભાઇ વાજા

શ્રી કિશોરભાઇ મોહનલાલ ગુરૂમુખાની

૧ર-ઉતર સરદારનગર

શ્રીમતી ઉષાબેન કલ્પેશભાઇ બધેકા

શ્રીમતી ભાવનાબેન જીતેન્દ્રભાઇ સોનાની

શ્રી યુવરાજસિંહ કનકસિંહ ગોહીલ

શ્રી બુધાભાઇ ધુળાભાઇ ગોહીલ

૧૩-ઘોઘા સિરસાળે/અકવાડા

શ્રીમતી મૃદુલાબેન બનેસિંહ પરમાર

શ્રીમતી લીલાબેન દિનેશકુમાર ગોહીલ

શ્રી કુલદીપભાઇ નવીનભાઇ પંડયા

શ્રી પંકજસિંહ ભરતસિંહ ગોહીલ  

(11:36 am IST)