Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

દ્વારકામાં બસ પાર્ક કરવા બાબતે આંકોલવાડીના ડ્રાઇવરને પાંચ વર્ષ પહેલા મારી નાખેલ : જેતપુરનો કલીનર ખાખીજાળીયાથીથી ઝડપાઇ ગયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૫ : પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સબંધે એક માસની સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ, આ ડ્રાઇવમાં વધુમાં વધુ નાસતા ફરતા આરોપી પકડી પાડવા નાયબ પોલીસ મહાનિરીક્ષક  સંદિપસિહ, રાજકોટ વિભાગ નાઓની સુચના અને દેવભૂમિ દ્રારકા જિલ્લાના પોલીસ વડા  સુનીલ જોષીનાઓએ મર્ડર, લુંટ, ધાડ, હથીયાર જેવા ગંભીર ગુનાના આરોપીઓને ટાર્ગટ કરી પકડી પાડવા સુચના મુજબ દેવભૂમિ જિલ્લા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.  જે એમ. ચાવડા નાઓની રાહબારી હેઠળ એલ.સી.બી.ના પો.સ.ઇ.  એસ.વી. ગળચરની ટીમ બનાવી નાસતા ફરતા આરોપી પકડી પાડવાની ઝુંબેશ દરમીયાન કામગીરી હાથ ધરેલ.

 પાંચ વર્ષ પહેલા ગત તા. ૩૦/૧૨/૨૦૧૫ ના રોજ યાત્રાધામ દ્રારકા પટેલ વાડી પાસે મહર્ષી અત્રી તપોવન સ્કુલમાંથી ધોરણ- ૪ થી ૯ ના વિધાર્થીઓ (યાત્રાળુઓને) દર્શાનાર્થે લકઝરી બસ નં. GJ-1-BV 85 નંબરની લઇ ડ્રાઇવર તરીકે ચનાભાઇ ટપુભાઇ બાંભણીયા ઉવ ૪૬ રહે. આકોલવાડી જુનાગઢવાળા તથા કલીનર તરીકે ફરીયાદી દીપકકુમાર જગજીવન માધુ રહે. બાવળા અમદાવાદ અને બીજી લકઝરી બસ નં. GJ-1-BV 86 નંબરની લઇ ડ્રાઇવર અસલમ તોફીક ધાનાણી રહે. જેતપુર વાળા તથા કલીનર   દિનેશભાઇ લભાઇ ચાવડા રહે. જેતપુર સાળંગપુરપાસે, દલીતવાસ જિ. રાજકોટ વાળા એમ બે બસોમાં વિધાર્થીઓને લઇ દ્રારકા ખાતે પ્રવાસે આવેલ.

દ્રારકામાં પટેલ વાડી પાસે બંને બસો પાર્ક કરવા બાબતે ચનાભાઇ ડ્રાઇવરને દિનેશભાઇ વણકર -કલીનરએ સાઇડમાં બસ પાર્ક કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થયેલ. જેમાં કલીનર દિનેશભાઇ મલાભાઇ વણકરએ ડ્રાઇવર ચનાભાઇ ટપુભાઇ બાંલણીયાને ગળાના ભાગે તથા ડાબા પગના ભાગે ગંભીર જીવલેણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નાશી ગયેલ. જે બાબતે ફરીયાદી  દીપક કુમાર જગજીવન માધુ રહે. બાવળા અમદાવાદ વાળાએ આરોપી લકઝરી બસ નં.GJ-1-BV 86 નંબરની લઇ કલીનર દિનેશભાઇ મલાભાઇ વણકર વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ જે બાબતે દ્રારકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૯/ર૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૦ર અને જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબનો ગત તા. ૩૧/૧૨/૨૦૧૫ના ગુનો દાખલ થયેલ.

છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીની જુનાગઢ, રાજકોટ જિલ્લામાં  તપાસ કરતા તેના વિશે કોઇ માહીતી મળેલ ન હતી. બાદ હયુમન સોર્શીસ અને ટેકનીકલ લેવલથી તપાસ દરમીયાન હકીકત મળેલ કે, ખુનના ગંભીર ગુનામાં નાસતો ફરતો આરોપી જેતપુર અથવા તેના મૂળ ગામ ઉપલેટા તાલુકાના ખાખી જાળીયા ગામે આવવાનો છે. તેવી હકીકત આધારે પો.સ.ઇ. એમ.ડી. મકવાણા તથા એલ.સી.બી.ની ટીમએ નાસતા ફરતા આરોપી દિનેશભાઇ અમુભાઇ ઉર્ફે મલાભાઇ ચાવડા જાતે.અનુજાતી ઉવ.૩૮ રહે.જેતપુર, સાંરગપુર, યાપરાપુર રોડ, જી.રાજકોટ હાલ રહે.મુંબઇ, સેન્ટ્રલ, રિલાયન્સ મોલની નીચે, ફુટપાથ ઉપર, મહારાષ્ટ્ર વાળો મળી આવતા તેને હસ્તગત કરી દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોપી. આ કામગીરી કરવામાં આવેલ છે.

 આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ  જે.એમ.ચાવડાની સુચના મુજબ પો.સ.ઇ.  એસ.વી.ગળચર તથા સ્ટાફના ASI  દેવસીભાઇ ગોજીયા, બીપીનભાઇ જોગલ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા HC મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, પ્રવિણભાઇ ગોજીયા, અરજણભાઇ મારૂ, બલભદ્રસીહ ગોહીલ, મહેન્દ્રસીહ જાડેજા, હસમુખભાઇ કટારા, PC જીતુભાઇ હુણ, વિશ્વદીપસીહ જાડેજા ખંભાળીયા પો.સ્ટે.ના પો.સ.ઇ. એમ.ડી. મકવાણા નાઓ જોડાયા હતા.

(1:01 pm IST)