Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોરબીમાં બે સ્‍થળે આગ : ફાયર ટીમે ‘‘શેરા''નું રેસ્‍કયુ કર્યુ

મોરબી તા. ૬ : મોરબી શહેરના સરદાર બાગ તેમજ રવાપર ગામ પાસે આગના બે બનાવો બન્‍યા હતા જે બંને સ્‍થળે ફાયર ટીમે પહોંચીને આગ પર કાબુ મેળવ્‍યો હતો.

પેટ્રોલ પંપ પાસેની શેરીમાં કોમન પ્‍લોટમાં  કચરાના ઢગલામાં આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્‍યો હતો જયારે બીજા બનાવમાં રવાપર ગામ ઈડન ગાર્ડન પાસે બપોરના સુમારે ઘાસમાં આગ લાગી હતી જેથી ફાયર ટીમે સ્‍થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્‍યો હતો જે બંને  બનાવમાં કોઈ જાનમાલનું નુકશાન થયું નથી. જયારે સ્‍થળ પરથી ફાયર ટીમે શેરાનું રેસ્‍કયુ કરીને સલામત સ્‍થળે મુકયો હતો

(1:45 pm IST)