Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મોરબી : સિનિયર સિટીઝન કાઉન્સિલનો બજેટમાં અસંતોષ: જંત્રી મામલે પુનઃવિચારણા કરવી જરૂરી.

મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સી એમ ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી કે જંત્રી મામલે પુનઃવિચારણા કરવી જરૂરી

મોરબી :હાલ ગુજરાતભરમાં જંત્રીમાં થયેલા 100%ના વધારા વિરુદ્ધ પડઘા પડી રહ્યા છે. ત્યારે મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સી એમ ભુપેન્દ્રભાઈ  પટેલને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે જંત્રી મામલે પુનઃવિચારણા કરવી જરૂરી છે.

સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો.બી.કે. લહેરુ અને મંત્રી મહેશ ભટ્ટના જણાવ્યા અનુસાર હાલના સમય અનુસાર ગરીબ-નબળા અને મધ્યમ વર્ગને મકાન તથા જમીન ખરીદવી ઘણી મુશ્કેલ છે. તેવા સંજોગોમાં નોટબંધી, કોરોના, લોકડાઉન જેવી પરિસ્થિતી ઉભી થયેલ છે. તેવા સંજોગોમાં સરકારે જંત્રીમાં બમણો વધારો કરેલ છે તે અયોગ્ય છે. અને ફરીને તેની વિચારણા કરીને જે બમણો વધારો કરેલ છે તે ઘટાડીને યોગ્ય નિર્ણય કરવો જોએ તેવી સીનીયર સીટીઝનની માંગ છે.
તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું હતું. જેમાં રેલવેમાં કન્સેશનની જાહેરાત કરવાંમાં આવી છે. આ મામલે પણ સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં કાઉન્સિલના પ્રમુખ ડો.બી.કે. લહેરુના જણાવ્યું હતું કે,  રેલ્વે બજેટમાં જે અમૃતકાળનું બજેટ નાણાં મંત્રી નિર્મળા સીતારમણે ગણાવ્યુ છે પરંતુ દુઃખની વાત એ છે કે સીનીયર સીટીઝનની રાહત જે રેલ્વેમાં જે કન્સેશન થી રાહત મળતા તે હજુ પણ ચાલુ કરેલ નથી તે દુઃખ ની વાત છે તેમ જણાવ્યું હતું અને તાત્કાલીક કન્સેશન ચાલુ કરવા માંગ કરી હતી

   
(11:39 pm IST)