Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

કચ્‍છની ૩૦૦ વર્ષ જુની વ્રજભાષા પાઠશાળાની શોર્ટ ફિલ્‍મનું અનાવરણ

 ભુજ,તા. ૯ : ક્રાંતિગુરુ શ્‍યામજી કૃષ્‍ણવર્મા કચ્‍છ યુનવર્સિટી,  હમીરજી રત્‍નુ લોક સાહિત્‍ય કેન્‍દ્ર તથા રાજકવિ શંભુદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્‍ટ એમ વિદ્યાનાં ત્રિવેણી સંગમ સમા સંસ્‍થાનો દ્વારા સંયુક્‍ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં  ડો. અંબાદાન રોહડીયા પૂર્વ ગુજરાતી વિભાગ અધ્‍યક્ષ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) રાજેન્‍દ્રભાઇ હેમુદાન ગઢવી (નિવૃત્ત ડેપ્‍યુટી કલેકટર) પુષ્‍પદાન ભાઇ ગઢવી (પૂર્વ સાંસદ) પ્રો. ડો. જયરાજ સિંહ જાડેજા (કુલપતિ  કરછ યુનિવર્સિટી) જી. એમ. બુટાણી (કુલ સચિવ  કચ્‍છ યુનિવર્સિટી) કાશ્‍મીરા મહેતા (ભાષા ભવન અધ્‍યક્ષા, હમીરજી રતનુ ટ્રસ્‍ટ નિયામક અને અંગ્રેજી વિભાગના અધ્‍યક્ષા) કચ્‍છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ  કાંતિ ભાઇ ગોર સહિત યુનિવર્સિટીનાં વિવિધ વિભાગનાં વડા, ગુરુજનો સાથે છાત્ર છાત્રાઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

સ્‍વ. હેમુદાન ગઢવીનાં સુપુત્ર તથા નિવૃત્ત ડેપ્‍યુટી કલેક્‍ટર  રાજેન્‍દ્ર ગઢવી દ્વારા આ શોર્ટ ફિલ્‍મ બનાવવામાં આવેલ છે. આ કાર્યક્રમની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન તથા કાર્યક્રમની ભૂમિકા ડો. કાશ્‍મીરા મહેતા એ કરી હતી.

ત્‍યાર બાદ ઉદ્‌બોધન  અંબાદાન ભાઇ રોહડિયા સાહેબે કર્યું જેમાં તેમણે કચ્‍છની વ્રજભાષા પાઠશાળા તથા કચ્‍છની ભવ્‍ય લોક સંસ્‍કૃતિ અને સાહિત્‍યને લોકો સમક્ષ બિરદાવી ત્‍યાર બાદ રાજેન્‍દ્ર ગઢવી એ પોતાનાં દ્વારા થયેલ શોર્ટ ફિલ્‍મનાં કાર્ય અંગે વિસ્‍તૃત માહિતી પ્રદાન કરી, પૂર્વ સાંસદ  પુષ્‍પદાન ભાઇ ગઢવી જી એ આ ભગીરથ કાર્યને બિરદાવ્‍યું તથા આગામી સમયમાં આવા સંશોધન અંગે છાત્રોમાં જાગૃતિ આવે એનાં માટે આતુરતા દાખવી. આ કાર્યક્રમનાં અધ્‍યક્ષ એવા પ્રો. ડો. જયરાજસિંહ જાડેજા સાહેબે પિંગળ અને ડીંગળ સાહિત્‍ય વિષયે બધાને માહિતી પ્રદાન કરી અને રાજેન્‍દ્રભાઈ ગઢવીનાં આ કાર્યને બિરદાવ્‍યું હતું. ત્‍યાર બાદ શોર્ટ ફિલ્‍મનું અનાવરણ કરવામાં આવ્‍યું. અંતે આભાર વિધિ પુષ્‍પદાન ભાઇ ગઢવીનાં સુપુત્ર અજય ગઢવી એ કરી હતી.

સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી ભાષામાં અનુસ્‍નાતકમાં અભ્‍યાસ કરતી છાત્રા ક્રિષ્‍ના ગઢવી તથા સંસ્‍કૃત વિભાગનાં શોધછાત્ર (PH.D scholer) મોહિત જોષી એ કર્યું હતું.

(10:48 am IST)