Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વેરાવળ વેચાણવેરો કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાતા ૩ વર્ષની સજા-દંડ

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૭: વેરાવળમાં વેચાણવેરા કચેરી ખાતે આજથી ૧૮ વર્ષ પહેલા એસીબી એ કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપેલ જે કેસ સેસન્‍સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોના આધારે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા સાથે દંડ ફટકરોલ છે.

આ કેસની વિગતો આપતા ગીર સોમનાથ જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા એ જણાવેલ કે, વેચાણ વેરાના કર્મચારી સુરેન્‍દ્ર વાડીલાલ શાહ વેચાણવેરા અધિકારી વર્ગ-૨ ની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૭, ૧૩ (૧) (ઘ) તથા ૧૩ (૨) મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી સ્‍પેશ્‍યલ એ.સી.બી. કોર્ટ દ્વારા ત્રણ વર્ષની સજા તથા દંડ કરવામાં આવેલ છે જે બનાવમાં મહમદહુશેન નુરમહમદ સુમરા,રહે.ગોવિંદપરાએ પાસે એક વર્ષની આકારણીનાં રૂા.પાંચ હજાર આપવા પડશે તેવુ વેચાણ વેરા અધિકારી વેરાવળનાએ જણાવેલ જેથી મહમદ હુસેન આ પૈસા આપવા માંગતા ન હોય તેથી એ.સી.બી. જુનાગઢ સમક્ષ કર્મચારી સુરેન્‍દ્ર વાડીલાલ શાહ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા એ.સી.બી. દ્વારા વેરાવળ વેચાણ વેરાની કચેરીએ લાંચના છટકું ગોઠવી રંગે હાથે ઝડપી લઇ જુનાગઢ એ.સી.બી. પોલીસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૭, ૧૩ (૧) (ઘ) તથા ૧૩ (૨) મુજબનો ગુનો આરોપી સુરેશ વાડીલાલ શાહ વિરૂદ્ધ નોંધેલ હતો. આ ગુના સંબંધે ન્‍યાયિક કાર્યવાહી માટે કેસ એ.સી.બી. સ્‍પેશ્‍યલ કોર્ટમાં ચાલેલ જેમાં સરકાર પક્ષે એ.સી.બી. ના કેસની ટ્રાયલ ગીર સોમનાથના જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી. વાળા એ ચલાવેલ અને આ કેસમાં ફરીયાદી, પંચ, પ્રોસીક્‍યુશન મંજૂરી માટેના અધિકારી, વેચાણવેરા કચેરીના અધિકારી અને તપાસનીસ અધિકારીઓના પુરાવા રેકર્ડ ઉપર નોધાવી સદર કેસ જીલ્લા સરકારી વકીલ વાળા ની સરકાર પક્ષે રજુ કરાયેલ દલીલ તેમજ વડી અદાલત અને ઉચ્‍ચતમ ન્‍યાયલયના જુદા જુદા ચુકાદાઓ ટાંકી ભ્રષ્ટાચારના કેન્‍સરને સમાજમાંથી નાબુદ કરવા અને સમાજમાં દાખલો બેસાડવા મહતમ સજા કરવા રજૂઆત કરેલ જેને લક્ષમાં લઈ વેરાવળના સેશન્‍સ જજ શ્રી પી.જી.ગોકાણી એ આરોપી સુરેન્‍દ્ર વાડીલાલ શાહ ને ત્રણ વર્ષની સજા અને રૂા.૨૫,૦૦૦ નો દંડ ફટકારતો સીમાચિહન્‍પ ચુકાદો આપેલ હતો. આ કેસનું પ્રોસીકયુશન સરકાર પક્ષે ચલાવનાર જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ભ્રષ્ટાચારના ભોરીગને નાથવા સરકાર કટિબધ્‍ધ હોવાથી ભષ્ટાચાર રોકવા આ કાયદો રચાર્યેલ હોવાનું વિશેષમાં જણાવેલ છે.

(11:42 pm IST)