Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રણજીના કવાર્ટર ફાઇનલમાં જુનાગઢના પાર્થ ભુતનું ઓલરાઉન્‍ડ પ્રદર્શન

૧૬૨ રન ફટાકાર્યા, ૮ વિકેટો ઝડપી

રાજકોટઃ બીસીસીઆઇ દ્વારા આયોજિત રણજી ટ્રોફી ટુર્નામેન્‍ટના કવાર્ટર  ફાઇનલમાં જુનાગઢના પાર્થ ભુતે શાનદાર દેખાવ કર્યો છે. જેમાં પાર્થ ભુત પહેલી ઇનિંગમાં મહત્‍વના ૧૧૧ રન કરી અણનમ રહયો હતો. ઉપરાંત પહેલી ઇનિંગ્‍સમાં બોલિંગ કરતા ૩ વિકેટ ઝડપી હતી. તેમજ બીજી ઇનિંગ્‍સમાં પણ બેટિંગ કરી મહત્‍વપૂર્ણ ૫૧ રન અને ૫ વિકેટ ઝડપી હતી. સૌરાષ્‍ટ્રની ટીમને સેમી ફાઇનલમાં પહોંચાડવા પાર્થએ મહત્‍વનું યોગદાન આપ્‍યુ હતુ અને પ્‍લેયર ઓફ ધ મેચ બન્‍યો હતો. જે બદલ જુનાગઢ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખશ્રી પાર્થભાઇ કોટેચા, ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાડા અને કોચ ગૌતમ બાબરીયાએ અભિનંદન પાઠવ્‍યા હતા

(12:04 pm IST)