Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ગરમ કપડાનું વિતરણ

(દીપક પાંધી દ્વારા)સાવરકુંડલા,તા.૭ :  દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્‍ટ ની સાવરકુંડલા શાખા દ્વારા આ કડકડતી ઠંડીમાં જે લોકો ને રહેવાનો આશરો નથી અને ફુટપાથ પર  કે ખુલ્લા જગ્‍યા માં કુટુંબ સાથે રાતવાસો કરનાર ગરીબ લોકોને  શિયાળા કડકડતી ઠંડી થી રક્ષણ આપવા માટે  આ ટ્રસ્‍ટ દ્વારા સ્‍થળ પર જઈને લોકો ને શોધીને ગરમ બ્‍લેન્‍કેટ  આને ગરમ કપડા અને ખાસ કરીને નાના બાળકો ને ગરમ સ્‍વેટર નું વિતરણ કરવામાં આવે છે તેમજ સાવરકુંડલા ની અન્‍ય સેવાકીય પ્રવળત્તિ કરતી સંસ્‍થાઓ કબીર ટેકરી, બચુભાઈ જીવરાજભાઈ સ્‍મારક ટ્રસ્‍ટ વિશાલભાઈ વ્‍યાસ દ્વારા સેવા કરવામાં આવે છે.

 શિયાળાની કડકડતી ઠંડીમાં આશરા  વગરના લોકો જે બહાર ખુલ્લામાં સુતા હોય તેને શોધી ને મધ્‍ય રાત્રિએ સાવરકુંડલા શહેર નો કોઈ  પછાત વિસ્‍તાર  રહી ના જાય તે ધ્‍યાન માં રાખી ને પરાગભાઇ ત્રિવેદી ના માર્ગદર્શન દ્વારા પ્રફુલભાઈ ગોસાઈ,  કાર્તિકભાઈ મહેતા, રાજેશભાઇ રણોલીયા, વિજયભાઈ,દ્વારા વિતરણ કરવામાં આવે છે.

(12:53 pm IST)