Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જામનગરઃ વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફી સ્‍પર્ધામાં વિજેતા

નેશનલ એવોર્ડ વિજેતા... જામનગર નવાનગર નેચર કલબ દ્વારા યોજાયેલ રાષ્‍ટ્રીય કક્ષાની ચતુર્થ વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફી સ્‍પર્ધામાં બર્ડઝ કેટેગરીમાં જામનગર યુવાન તસ્‍વીરકાર ભગીરથ ગોંડલીયાની શિરા બર્ડની લીટલ ગ્રીબના શિકારવાળી તસ્‍વીરમાં પ્રથમ વિજેતા થયેલ જેને ચેમ્‍બર હોલ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારંભમાં ડો. પિયુષ માટલીયાના હસ્‍તે પુરસ્‍કૃત કરવામાં આવેલ. આ સ્‍પર્ધામાં પ૦૦થી વધુ ફોટોગ્રાફમાં જામનગરના તસ્‍વીરકારની તસ્‍વીર વિજેતા થતા જામનગરનું ગૌરવ વધાર્યુ છે. આ સ્‍પર્ધામાં ભારતના ખ્‍યાતનામ વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફરોએ નિર્ણાયક સેવા આપી હતી.

(12:54 pm IST)