Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રાજુલાના વીકટરમાં વ્‍યાજખોરોની ધમકીથી કંટાળીને ઝેરી દવા પીધી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૭ : રાજુલા તાલુકાના વીકટર ગામે રહેતા રાહુલભાઇ છગનભાઇ બાંભણીયા (ઉવ.૨૯)એ ડુંગર રહેતા તેના મિત્ર કાદર જમાલભાઇ પાસેથી ચારેક માસ દરમિયાન અલગ અલગ સમયે કુલ રૂા. ૧,૧૫,૦૦૦ પાંચ ટકાના વ્‍યાજથી લીધેલ હતા અને રૂા. ૧૫,૦૦૦ વ્‍યાજ પણ ચુકવેલ હતુ છેલ્લા એક મહીનાથી વ્‍યાજ ચુકવી નહિ શકતા ફોન ઉપર અવાર નવાર વ્‍યાજ તથા મુદત રૂપિયાની ઉઘરાણી કરી ગાળો બોલી પિતા પુત્રને મારી નાખવાની ધમકી આપતા રાહુલભાઇને લાગી આવતા ઝેરી દવા પી ગયેલ અને આરોપીને ગેરકાયદેસર નાણા ધીરધાર કરી વ્‍યાજ મેળવી અવાર નવાર ઉઘરાણી કરી ધમકી આપ્‍યાની મરીન પીપાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે બસસ્‍ટેન્‍ડ પાસે સોની ટ્રાવેલ્‍સ લકઝરી બકસના ડ્રાઇવર ધીરૂભાઇ વાસુરભાઇ કોટીલા (ઉવ.૪૭) તા. ૫/૨ના આંબરડીથી સુરત જવા ખાનગી લકઝરી બસ જીજે-૩-બીટી-૯૯૫૫ લઇને નિકળેલ અને સાંજના સાતેક વાગે પીયાવા ગામે પહોંચતા સતુ ઉર્ફે સતીયો ચાવડા અને ગૌતમ ડિસ્‍કવર નંબર પ્‍લેટ વગરની બાઇકમાં આવી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા બાઇક બસ આગળ રાખી ધોકા વડે બસના આગળના ભાગે નુકસાન કરી છરી કાઢી ધમકી આપી રોકડ રૂા. ૩૨૦૦ની લુંટ ચલાવી નાશી ગયાની વંડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(12:56 pm IST)