Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

કલ્‍યાણપુર નજીક કારની હડફેટે બાઈક સવાર કાકા-ભત્રીજા ઇજાગ્રસ્‍ત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૭ : કલ્‍યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા વિરમદેવસિંહ માનસંગ જાડેજા નામના ૨૨ વર્ષના ગરાસીયા તેના ભત્રીજા કુલદીપસિંહ હનુભા જાડેજા સાથે જી.જે. ૦૩ એચ.પી. ૫૫૨૨ નંબરના મોટરસાયકલ પર બેસીને માંગરીયાથી ભાટીયા જઈ રહ્યા& હતા. ત્‍યારે કલ્‍યાણપુર-ભાટિયા રોડ ઉપર પુરપાટ જઈ રહેલી સફેદ કલરની એક મોટરકારના ચાલકે વિરમદેવસિંહના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્‍માત સર્જ્‍યો હતો. જેના કારણે વિરમદેવસિંહ તથા કુલદીપસિંહને શરીરના જુદા-જુદા ભાગોમાં ઈજાઓ સાથે સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

અકસ્‍માત સર્જી, આરોપી અજાણ્‍યો કારચાલક પોતાના વાહન સાથે નાસી છૂટયો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે કલ્‍યાણપુર પોલીસે વિરમદેવસિંહ જાડેજાની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:04 pm IST)