Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મોરબીમાં ભાજપના સ્થાપના દિને માસ્ક વિતરણ

મોરબી : ભારતીય જનતા પાર્ટીના ૪૨ મા સ્થાપના દિન નિમિત્ત્।ે મોરબીમાં સાંસદ મોહન કુંડારિયા, મોરબી ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય સહિતના કાર્યકર્તાઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે માસક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ તકે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં નવા બસ સ્ટેન્ડ ખાતે તારીખ ૯ થી કોવિડ ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે એ ટેસ્ટ કેમ્પમાં કોઈ વ્યકિત કોવિડ-૧૯ પોઝિટિવ આવે તો તેમના માટે દવાની કીટ ઉપલબ્ધ કરવામાં આવશે. આ તકે લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ કેમ્પમાં આવીને કોવિડ ટેસ્ટ કરાવે અને તેમને આપવામાં દવાની કીટનો ખર્ચ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવશે તેવી જાહરરાત રાજકોટ સાંસદ મોહન કુંડારિયાએ કરી હતી. માસ્ક વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:32 am IST)