Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ભાટીયા, કેનેડી, ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નં. ૩ અને ૭ માં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન

આંગણવાડી દ્વારા વાનગી સ્પર્ધા યોજાશે. પ્રભાતફેરી, યોગ, વૃક્ષારોપણ તેમજ વિવિધ સ્પર્ધા યોજાશે.

દેવભૂમિ દ્વારકા:વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તા. ૭ જુલાઈના કલ્યાણપુરના ભાટીયા અને કેનેડી તેમજ ખંભાળિયાના  વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૭માં રથનું આગમન થશે. કાર્યક્રમમાં ૨૦ વર્ષના વિકાસને દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.
 ગ્રામજનો કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કરશે. ત્યારબાદ પ્રાર્થના કરી મહેમાનોનું ઔષધિય છોડથી સ્વાગત કરવામાં આવશે. આંગણવાડી દ્વારા વાનગી સ્પર્ધા યોજાશે. પ્રભાતફેરી, યોગ, વૃક્ષારોપણ તેમજ વિવિધ સ્પર્ધા યોજાશે.
કાર્યક્રમના સ્થળે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે. તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન,આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

(11:00 am IST)