Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જામનગરના બે યુવકો સહિત ૩૫ જેટલા લોકો સંપર્ક વિહોણા : જય વિપુલભાઈ ફલીયા નામનો યુવક અમદાવાદ થી હરિદ્વાર થી કેદારનાથ ટ્રેકિંગમાં નીકળ્યો'તો : રાજદીપ જાની ચમોલીથી 400 કિલોમીટર દૂર હોવાનું અનુમાન

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:::ઉત્તરાખંડના ચમોલી માં પ્રકોપમાંં અનેક લોકો ફસાયા છે અને સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે જ જામનગરના બે યુવકો સહિત ૩૫ જેટલા લોકો સંપર્ક વિહોણા છે. ત્યારે જામનગરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સંપર્ક ન થવાને કારણે બેે યુવકના પરિવારજનોએ જાણ કરી છે.

જામનગરના  શિવા પાર્ક વિસ્તારમાં રહેતા રાજદીપ કેતનભાઇ જાની નામના 27 વર્ષીય યુવાન કેદારનાથ દર્શને જવા નીકળ્યો છે 10 થી 12 લોકો સાથે જામનગરનો રાજદીપ જાની હાલ સંપર્ક વિહોણા થયો છે અને આ અંગે તેમના પિતાએ ડિઝાસ્ટર કચેરીનાં કન્ટ્રોલ રૂમ પર જાણકારી સંપર્ક માટે ગુહાર લગાવી છે ત્યાારે જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા જય વિપુલભાઈ ફલીયા નામનો 23 વર્ષીય યુવક અમદાવાદ થી હરિદ્વાર થી કેદારનાથ ટ્રેકિંગમાં નીકળ્યો છે. છેલ્લે શુક્રવારે જય સાથે તેના પરિવારજનો સાથે ટેલીફોનીક સંપર્ક થયા બાદ જય ફલિયા નામના યુવાન નો ફોન નથી લાગતો. 

જામનગરના બે યુવાનો ૩૫ જેટલા લોકો સાથે સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે ટ્રેકિંગ માં ગયેલ જય ફલીયા ના પિતા વિપુલભાઈએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે અને સાંજ સુધીમાં જય સાથે સંપર્ક થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

      જય ફલિયા નામનો યુવાન ટ્રેકિંગ માટે ગયો હતો. હાલ તે સલામત સ્થળે હોવાનું જાણવા મળ્યું છે રાજદીપ જાની નામના કેદારનાથ ગયેલા યુવાન ફસાયેલ છે રાજદીપ જાનીનો સંપર્ક કરવા પ્રયાસ

થઈ રહ્યો છે.રાજદીપ જાની ચમોલીથી 400 કિલોમીટર દૂર હોવાનું અનુમાન છે.

(2:20 pm IST)