Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હળવદમાં જુગાર રમતા ચાર ઝડપાયાઃ ત્રણ ફરાર

હળવદ, તા.૮: હળવદ પોલીસ ઇન્‍સ્‍પેકટર ડી.એમ.ઢોલ તથા ઈન્‍સ્‍પેક્‍ટર એમ.વી.પટેલ, પો.કોન્‍સ. ગંભીરસિંહ ચૌહાણ તથા પો.કોન્‍સ બીપીનભાઈ પરમારને મળેલ બાતમીના આધારે પો.સબ.ઈન્‍સ. કે.એન જેઠવા તથા સાથેના સ્‍ટાફના માણસોએ હળવદ ટાઉનમાં વોરા સોસાયટીની પાછળ તળાવની પાળ ઉપર  પર રેઇડ કરીને જુગાર રમતા મોસીનભાઈ હબીબભાઈ ચૌહાણ,, તોફીકભાઈ ગુલામહુસેનભાઈ સિપાઈ, આરીફભાઈ મુસ્‍તુફાભાઈ રાઠોડ,યુનુસભાઈ બચુભાઈ સિપાઈને રોકડ રૂ.૧૧,૦૫૦ મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૧૪,૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્‍યારે આરોપી હસમુખભાઈ પ્રભુભાઈ ઠાકોર, ઈલીયાસભાઈ, આમદભાઈ સોઢા, રવિભાઈ દિલીપભાઈ જોષી નાસી છુટતા આ ત્રણેયને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(10:37 am IST)