Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સાળંગપુર મંદિરમાં ઇકો કાર અને મોબાઇલ ચોરીનો આરોપી ઝબ્‍બે

જુનાગઢ, તા., ૯: રેન્‍જના નાયબ પોલીસ મહાનિરિક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા દ્વારા જુનાગ જીલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ  ગુન્‍હાઓ શોધી કાઢવા  અને આવા ગુન્‍હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ  પાડેલ હોય. જે અન્‍વયે  જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર એન.આર.પટેલ તથા ગુન્‍હાશોધક યુનીટના માણસો પ્રયત્‍નશીલ હોય તેમજ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી. મુદામાલ શોધી કાઢવાની કામગીરીમાં હતા.

દરમ્‍યાન પોલીસ સ્‍ટેશન સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમયાન ગુન્‍હા શોધક યુનીટના પો.હેડ કોન્‍સ. મેણશીભાઇ ગીગાભાઇ અખેડ તથા પો.કોન્‍સ. વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા નાઓને હકિકત મળેલ કે બોટાદ જીલ્લાના બરવાડા પોલીસ સ્‍ટેશનના ગુ.ર. નંબર ૧૧૧૯૦૦૦૧૨૨૦૨૧૩/૨૦૨૨ આઇપીસી કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમાંગયેલ સફેદ કલરની ઇકો કાર જેના રજી.નં. જીજેપ-આર.એ. ૮૧૮૭ ચોરી કરનાર એક ઇસમ  ચોરીમાં ગયેલ ઇકો કાર લઇને જુનાગઢ મજેવડી દરવાજા પાસેથી નીકળવાનો હોય તુરંત જ કારને કોર્ડન કરી રોકાવી દીધેલ અને તેની પાસેનુ ઇકો કાર જોતા સફેદ કલરની જેના રજી નં. જીજે -પ-આર.એ. ૮૧૮૭ છે તે ઇસમને ઇકો કાર બાબતે પુછતા પોતે સાળંગપુર મંદિરમાંથી ચોરી કરેલાનું જણાવતો હોય તેમજ મજકુર ઇસમ પાસે રહેલ મોબાઇલ ફોન નં. ૨ ચોરી કરેલાનુજણાવતો હોય કબ્‍જે કરી મહેશ જીવાભાઇ પંચાલ  ચમાર ઉ.વ.૩પ ધંધો મજુરી કામ રહે. સંત રોહીદાસની ચાલી ખોડીયારનગર બહેરામપુરા અમદાવાદ સાથે કાર્યવાહી કરી છે.

આ કામગીરીમાં જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. એન.આર.પટેલ તથા નેત્રમ શાખાના પોલીસ સબ ઇન્‍સ. પી.એચ.મશરૂ તથા એ.એસ.આઇ. ડી.ડી.ડાંગર તથા પો.હેડ કોન્‍સ. મેણસીભાઇ ગીગાભાઇ અખેડ, ભનુભાઇ કારાભાઇ ઓડેદરા તથા પો.ઇન્‍સ. દિનેશભાઇ રામભાઇ ઝીલડીયા, સંજયભાઇ સવદાસભાઇ માલમ, વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા, પો.કોન્‍સ. નીતીનભાઇ નામદેવભાઇ હીરાણી તથા નેત્રમ શાખાના પો.કોન્‍સ. હાર્દિકસિંહ સિસોદીયા તથા વુ.પો.કોન્‍સ. જાનવીબેન પટોડીયા તથા એન્‍જી. રીયાઝભાઇ એસ.અસારી વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કરેલ છે.

(1:07 pm IST)