Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વેપારીઓ પરેશાન વઢવાણ યાર્ડમાં ૧ માસમાં ૭ લાખની ડુંગળી બગડી ગઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૦ : વઢવાણ યાર્ડમાં ડુંગળી-બટેકાના ૧૨ જેટલા વેપારી હોલસેલ વેપાર કરી રહ્યાં છે. ત્યારે છેલ્લાં ૧ માસથી વાતાવરણના કારણે અંદાજે ૧૭,૫૦૦ કિલો એટલે રૂ. ૭ લાખની ડુંગળી બગડી ગઇ હોવાનું વેપારીઓ પાસે જાણવા મળ્યું હતું. હાલ ડુંગળીની ખરીદીમાં પણ મંદી જેવા માહોલ સાથે તેમજ યાર્ડમાં પશુ-ભુંડના કારણે વેપારીઓ ત્રસ્ત બન્યાનું બહાર આવ્યું હતું. વઢવાણ યાર્ડમાં બટેકાના-૭ અને ડુંગળીના ૫ સહિત કુલ ૧૨ જેટલા હોલસેલ વેપારી છે. આ યાર્ડમાં મહિના પહેલા ડુંગળીની ૮ ગાડી આવી જેમાં ૮૦,૦૦૦ કિલો જેટલી ડુંગળી વેપારીઓએ લીધી હતી. છેલ્લાં ૧ માસથી વાતાવરણના પલટા સાથે વરસાદી માહોલ સહિતના કારણોને લીધે આ યાર્ડમાં વેપારીઓની રૂ. ૪૦ના ભાવની ૧૭,૫૦૦ કિલોની રૂ. ૭,૦૦,૦૦૦ની વેપારીઓની ડુંગળી બગડી જતા ચિંતાની લાગણી ફ્ેલાઇ હતી. આ ઉંપરાંત યાર્ડમાં જયારે આ ડુંગળી આવી ત્યારે કિલોએ રૂ. ૪૦ના ભાવ હતો જે હાલ ખરીદીમાં પણ મંદીનો માહોલ દેખાતા રૂ. ૧૫ થી ૨૦ના ભાવે વેચવાનો વારો આવ્યો છે. આ અંગે યાર્ડમાં ડુંગળીના વેપારીઓએ જણાવ્યું કે, ખાસ કરીને વાતાવરણ અને માવઠાનો મોટો માર પડ્યો છે.
તેમજ યાર્ડમાં માલસામાન રાખવાની વ્યવસ્થા ન હોવાથી ખૂલ્લા શેડમાં માલ રાખવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉંપરાંત રખડતા ખૂંટ, ભુંડ સહિતના પશુઓ યાર્ડમાં દ્યૂસી જતા ત્રાસ વધી ગયો છે. યાર્ડમાં ૨૪ કલાક અંદાજે ૫ જેટલા સિક્યુરિટી ગાર્ડ ફ્રજ બજાવી રહ્યા છે અને તેઓને પણ આવા પશુઓ પાછળ દોડવું પડી રહ્યું છે. વાતાવરણ અને માલ બગડી જવાની સાથે સાથે હાલ ૧૦ દિવસમાં ડુંગળીની પણ એક જ ગાડી યાર્ડમાં આવે છે.


 

(11:20 am IST)